મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં રોમાન્સ દિન પ્રતિદીન ખુબ વધી રહ્યો છે. ત્યારે હવે મહાવિકાસ અઘાડીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આ ઢંઢેરો જાહેર કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને NCP (S) વડા શરદ પવાર હાજર રહ્યા હતા. આ ચૂંટણી વચનોમાં મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ વિચારધારાની લડાઈ – રાહુલ ગાંધી
મુંબઈની જાહેર સભામાં રાહુલ ગાંધીએ મહાયુતિની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આ વિચારધારાની લડાઈ છે. BJP અને RSS હિંસા ફેલાવી રહ્યા છે. આ વિસ્તારના મહાન જનનાયક બી.આર. આંબેડકરનું બંધારણ, સમાનત, સન્માન અને પ્રેમનું પ્રતિક છે. જ્યારે BJP અને RSS આ બંધારણ ખતમ કરવા માંગે છે.
MVAની મહારાષ્ટ્રમાં 5 ગેરંટી
1. રૂપિયા 25 લાખનો આરોગ્ય વીમો.
2. મહિલાઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા.
3. સમાનતાની ખાતરી આપવામાં આવશે અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે અને 50 ટકા અનામત દૂર કરીને તેમાં વધારો કરવામાં આવશે.
4. ખેડૂતોની 3 લાખ રૂપિયા સુધીની લોન માફી. લોનની નિયમિત ચુકવણી પર પચાસ હજારની પ્રોત્સાહક રકમ.
5. યુવાનોને દર મહિને ચાર હજાર બેરોજગારી ભથ્થું.
ઉદ્ધવ ઠાકરેના વચનો
1) ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજ્યની વિદ્યાર્થિનીઓને સરકાર દ્વારા મફત શિક્ષણ આપવામાં આવે છે. જો કે રાજ્યમાં મહા વિકાસ આઘાડી સત્તા પર આવશે તો રાજ્યના વિદ્યાર્થીઓને પણ મફત શિક્ષણ આપવામાં આવશે. પુત્ર અને પુત્રી બંને પરિવારના આધારસ્તંભ છે. તેથી દીકરીઓની સાથે દીકરાઓને પણ સરકારી શાળાઓમાં મફત શિક્ષણ આપવામાં આવશે.
2) પૂર્વ સીએમએ કહ્યું કે, મહિલાઓને ઘણીવાર ખબર નથી હોતી કે ,જ્યારે તેઓ પોલીસ સ્ટેશન જાય ત્યારે ફરિયાદ ક્યાં કરવી. જો રાજ્યમાં MVA સત્તા પર આવશે ત્યારે મહિલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. વરિષ્ઠ હોદ્દા પર મહિલા અધિકારીઓ સાથે મહિલા પોલીસ કર્મચારીઓથી સજ્જ પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે.
3) ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મુંબઈમાં અદાણીનો પ્રોજેકટ કેન્સલ કરી ધારાવીના રહેવાસીઓને ઘરનું ઘર આપવાનું વચન આપ્યું છે. ઠાકરેએ વધુમાં કહ્યું કે, કોલ્હાપુરીના લોકોને કહ્યું કે મુંબઈ તમારું છે, મરાઠી લોકોનું છે. મરાઠી માણસે લોહી વહેવડાવીને મુંબઈને બચાવ્યું છે. તેથી મુંબઈ પર તમારો અધિકાર છે. જો અમે સત્તામાં આવીશું તો મહારાષ્ટ્રના લોકોને ધારાવી અને મુંબઈ વિસ્તારમાં રાહત દરે મકાન આપશું.
4) ઠાકરેએ વધુમાં કહ્યું કે, જો MVA સત્તામાં આવશે તો રાજ્યના ખેડૂતોને MSP આપવામાં આવશે. જો અમારી સરકાર ન પડી હોત તો ખેડૂતો અત્યાર સુધીમાં દેવામુક્ત થઈ ગયા હોત. પરંતુ જ્યારે અમે ફરી સત્તામાં આવીશું ત્યારે અમે કૃષિ પેદાશોને MSP આપીશું.
5) અમારી સરકારમાં પાંચ જીવન જરૂરી વસ્તુના ભાવ સ્થિર હતા. જ્યારે અમે ફરીથી સતાપર આવશું તો મહારાષ્ટ્રના લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં કોઈ વધારો નહી થાઈ. જો અમારી સરકાર આવશે તો કઠોળ,ચોખા, ખાંડ,તેલ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સ્થિર રહેશે.