મહારાષ્ટ્રના અગામી CM અંગે સંજય રાઉતનો ધડાકો, આ નેતા મુખ્યમંત્રી બનવા જોઈએ

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ વધી રહી છે.શિવસેના-યુબીટી સાંસદ સંજય રાઉતે મહાવિકાસ અઘાડીમાં સીટ શેરિંગ અને મુખ્યમંત્રીના ચહેરાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, અમારી પાસે કોઈ ફોર્મ્યુલા નથી.

સીટ શેરિંગ ખૂબ જ સૂક્ષ્મ સ્તરે થયું – રાઉત
સાંસદ સંજય રાઉતે મહાવિકાસ અઘાડીમાં સીટોની વહેંચણીના મુદ્દે કહ્યું, “મહાવિકાસ અઘાડી એમવીએના નામથી ચાલે છે, તેથી તેની કોઈ ફોર્મ્યુલા નથી, કે તમે 100 સીટો પર લડશો, તમે 90 સીટો પર લડશો. સીટ શેરિંગ તે. ખૂબ જ સૂક્ષ્મ સ્તરે થયું છે, હું એવી કોઈ ફોર્મ્યુલા સ્વીકારવા તૈયાર નથી કે જ્યાં વધુ તાકાત હોય તેને બેઠક મળી હોય.

મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે, ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બને – સંજય રાઉત
સાંસદ સંજય રાઉતે મહાવિકાસ અઘાડીમાં સીટોની વહેંચણીના મુદ્દે કહ્યું કે, મહાવિકાસ અઘાડીએ MVA નામથી ઓળખાય છે. સીટ વહેંચણીની ખુંબ જ કાળજી પૃર્વક કરવામાં આવી છે.જે વિસ્તારમાં જે પાર્ટી મુજબુત હશે, ત્યા તે ચૂંટણી લડશે. MVAના મુખ્યમંત્રી પર સંજય રાઉતે કહ્યું કે, આ બાબત પર વધુ કહેવા માંગતો નથી. પરંતુ મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે, ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બને. જો કોંગ્રેસ પાસે કોઈ મુજબુત નેતા હોય તો તેમને નામ જાહેર કરવું જોઈએ. તો એ વાત ધ્યાને લેવામાં આવશે.

રાજકારણમાં બલિદાન માટે કોઈ જગ્યા નથી
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે, મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ સીટોની વહેંચણી નક્કી કરશે, પહેલા અમે ગઠબંધનમાં રહેવાનો પ્રયાસ કરીશું. પરંતુ મહાવિકાસ અઘાડી અમને ગઠબંધનમાં નહીં રાખે તો, અમે ચૂંટણી લડીશું. જ્યાં અમને મત મળશે ત્યાં કામ કરશું. અમે એવું બેઠક પર ચૂંટણી લડીશું જેનાથી ગઠબંધનને નુકસાન નહીં થાય પરંતુ રાજકારણમાં બલિદાન માટે કોઈ જગ્યા નથી.

Scroll to Top