ભૂલ ભુલૈયા 3એ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી, જાણો કેટલા કરોડની કરી કમાણી? 

આ દિવાળીએ કાર્તિક આર્યન ફરીથી ‘ભૂલ ભુલૈયા 3માં રૂહ બાબા તરીકે આવ્યો અને ખુબ સફળતા મળી હતી. લોકોને આ ફિલ્મ એટલી પસંદ આવી કે, અજય દેવગનની હાઈ બજેટ અને મલ્ટી સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેન’ સાથે અથડામણ હોવા છતાં પણ આ ફિલ્મે તેના બજેટ કરતાં વધુ કમાણી કરી છે.

ફિલ્મની કુલ કમાણી 156.25 કરોડ થઈ

અનીસ બઝમી દ્વારા નિર્દેશિત ભૂલ ભુલૈયા 3 એ 5 દિવસમાં 143.51 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મના 6ઠ્ઠા અને 7મા દિવસના સત્તાવાર આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ સૈકનિલ્ક પર ઉપલબ્ધ ડેટા અનુસાર, ફિલ્મે છઠ્ઠા દિવસે 10.6 કરોડ રૂપિયા અને આજે બપોરે 3 વાગ્યા સુધી 2.14 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની કુલ કમાણી 156.25 કરોડ થઈ ગઈ છે. આ આંકડામાં ફેરફાર થવાની સંભાવના રહેલી છે.

168 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી

અહેવાલ અનુસાર, ભૂલ ભૂલૈયા 3 લગભગ 150 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર જ આ બજેટને પાર કરી લીધું છે. અજય દેવગનની સિંઘમ અગેઇનની વાત કરીએ તો સૈકનિલ્કના જણાવ્યા અનુસાર, તેણે અત્યાર સુધીમાં કુલ 168 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. પરંતુ ભૂલ ભુલૈયા બોક્સ ઓફિસ પર છવાયેલી રહી.

 

ભૂલ ભુલૈયા 3એ કમાણીમા લીડ લીધી

બંને ફિલ્મોના બજેટમાં ઘણો તફાવત રહેલો છે. ભૂલ ભૂલૈયા 3 રૂ.150 કરોડમાં બન્યું છે. જ્યારે સિંઘમ અગેઇન રૂ. 350 કરોડમાં બની છે. ભૂલ ભુલૈયા 3 તેના બજેટ કરતા વધારે કમાણી કરી છે. જ્યારે સિંઘમ અગેઇન તેના બજેટના અડધા ભાગની જ કમાણી કરી શકી છે. સિંઘમ અગેઇનએ પહેલા વીકએન્ડમાં ભૂલ ભુલૈયા 3 કરતા વધુ લીડ લીધી હતી, જેના કારણે તેની કમાણી ભૂલ ભુલૈયા 3 કરતા થોડી વધુ છે. પરંતુ આગામી 4 દિવસમાં ભૂલ ભૂલૈયા 3 અને સિંઘમ અગેઈનની કમાણી લગભગ બરાબર થઈ ગઈ છે.

 

Scroll to Top