219 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી
તિલક વર્માએ શાનદાર સદી ફટકારી હતી
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી હતી. ટીમ ઈન્ડિયા માટે આ મેચ ખૂબ જ મહત્વની હતી કારણ કે આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ સિરીઝ ગુમાવવાનો ખતરો ટળી લીધો હતો. આ મેચમાં ટોસ હાર્યા બાદ ભારતીય ટીમે પહેલા જોરદાર બેટિંગ કરી અને પછી બોલરોએ જોરદાર બોંલીગ કરી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો યુવા બેટ્સમેન તિલક વર્મા રહ્યો હતો. તેના શાનદાર સદી ફટકારી હતી.
219 રનનો ટાર્ગેટ આપ્યો હતો
આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા. આ દરમિયાન તિલક વર્માએ સૌથી વધુ 56 બોલમાં અણનમ 107 રન બનાવ્યા હતા. તેમણે 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી કરી હતી. તિલક વર્મા ઉપરાંત અભિષેક શર્માએ પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. 200ના સ્ટ્રાઈક રેટથી 25 બોલમાં 50 રન બનાવ્યા જેમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકારીયા હતા.
ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી
220 રનના ટાર્ગેટના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 208 રન જ બનાવી શકી અને ટીમ ઈન્ડિયાએ 11 રને મેચ જીતી લીધી હતી. હેનરિક ક્લાસેન અને માર્કો યાનસેન સિવાય દક્ષિણ આફ્રિકાનો અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. માર્કો યાન્સને 17 બોલમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. હેનરિક ક્લાસને પણ 22 બોલમાં 1 ફોર અને 4 સિક્સરની મદદથી 41 રન બનાવ્યા હતા. કેપ્ટન એડન માર્કરામે પણ માત્ર 29 રન ફટકારીયા હતા.