વિદેશ મંત્રાલયે કેનેડાના બ્રૈમ્પટનમાં મંદિર પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારત અપેક્ષા રાખે છે કે, કેનેડાની સરકાર આ અપરાધ સામે કડક કાર્યવાહી કરે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની અપીલ કરે હતી.
સુરક્ષા વ્યવસ્થાની કોઈ ગેરંટી આપવામાં આવી નથી
બ્રૈમ્પટનમાં મંદિર પરના હુમલા પછી, ભારત સરકારે કેનેડામાં કેટલાક કોન્સ્યુલર સર્વિસ કેમ્પને રદ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે, ત્યાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થાની કોઈ ગેરંટી આપવામાં આવી નથી. જો કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે ફક્ત તે જ કેમ્પ ચાલુ રાખીશું જ્યાં સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય.
હિન્દિ મંદિરમાં હિંસા થઈ તે ખુબ દુર્ભાગ્યપૂર્ણ- ટ્રુડો
આ ઘટનાને લઈને કેનેડામાં ભારતીય સમુદાયમાં ભારે નારાજગી છે અને ત્યાંના હિંદુ મંદિરો, ધાર્મિક સંસ્થાઓ અને ભારતીય સંગઠનોએ આ હુમલાની આકરી ટીકા કરી છે. તેઓ ઈચ્છે છે કે, કેનેડાની સરકાર આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લે અને ધાર્મિક સ્વતંત્રતાના સન્માનનું રક્ષણ કરે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિવ ટ્રુડોએ હુમલાની નિંદા કરી અને સોશિયલ મીડિયા પર લખ્યું બ્રૈમ્પટનમાં હિન્દિ મંદિરમાં હિંસા થઈ તે ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. દરેક કેનેડિયન નાગરિકને સ્વતંત્રપણે અને સંપૂર્ણ સલામતી સાથે તેની ધાર્મિક માન્યતાઓનું પાલન કરવાનો અધિકાર છે.
ભારત આવી ઘટનાનો સખત વિરોધ કરે છે
બ્રૈમ્પટનમાં મંદિર હુમલાની ઘટનાએ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ફરી તિરાડ પાડી છે. આ હુમલો કેનેડાના ઓન્ટારિયોના બ્રામ્પટન શહેરમાં સ્થિત એક હિન્દુ મંદિર પર થયો હતો, જ્યાં લોકો પૂજા કરી રહ્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે ભારત કેનેડા સરકાર પાસેથી તેના નાગરિકો અને ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી અપેક્ષા રાખે છે અને આવી ઘટનાઓનો સખત વિરોધ કરે છે.