ભારતે ઓસ્ટ્રેલિયાને પ્રથમ ટેસ્ટમાં દાદાગીરી ખતમ કરી, 136 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

ટીમ ઈન્ડિયાએ પર્થ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું છે. અને ભારતીય ટીમની ઓસ્ટ્રેલિયામાં આ સૌથી મોટી જીત છે. 5 ટેસ્ટ મેચની સીરિઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી. પ્રથમ મેંચ જીતીને ટીમ ઈન્ડિયાએ 1-0ની લીડ મેળવી લીધી હતી. આ જીતનો મુખ્ય હીરો બુમરાહ, જ્યસ્વાલ અને કોહલી રહ્યા હતા.

534 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો

ટીમ ઈન્ડિયાએ 5 મેંચની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ મેંચમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી માત આપી હતી. આ મેંચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારતીય ટીમે હરીફ ટીમને 534 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 238 રન કરી હતી. ભારતીય ટીમ આ મેંચમાં ટોંચ જીતીને બેંટીગ પંસદ કરી હતી. પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયાએ 150 રન બનાવ્યા હતા.તેના જવાબમાં હોમ ટીમ 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ 46 રનની લીડ લીધી હતી. જ્યારે ભારતે બીજા દાવમાં 487 રન પર ડિકલેર કરી ઓસ્ટ્રેલિયાની ટીમને 533 રનનો જંગી ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત હતી.

ટૉસ જીતે છે તે મેચ જીતે છે

પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ મેંચ રમાઈ હતી. આ ટેસ્ટ મેંચમાં ટૉસ ખુબ જ મહત્વ પૂર્ણ બનતો હોય છે. અત્યાર સુધી 4 ટેસ્ટ મેચ રમાઈ છે જે ટૉસ જીતે છે તે મેચ પણ જીતે છે.ઓપ્ટસ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 4 ટેસ્ટ મેચ રમાઈ છે. જ્યાં દરેક વખતે ઓસ્ટ્રેલિયન ટીમ ટોસ જીતી છે. ખાસ વાત એ છે કે દરેક વખતે ટૉસ જીત્યા બાદ કાંગારુ ટીમે અહીં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય ટીમઃ – 
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, અભિમન્યુ ઈશ્વરન, શુભમન ગીલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર.

Scroll to Top