દેશમાં હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. ગઈકાલે એક દિવસમાં 5 લાખથી વધુ લોકોએ ઘરેલુ હવાઈ મુસાફરી કરી રેકોર્ડ સર્જ્યો છે. દેશમાં પ્રથમ વખત એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકોએ હવાઈ મુસાફરી કરી છે. ગઈકાલે દિવાળી રજાઓનો છેલ્લો દિવસ હોવાથી વિવિધ એરપોર્ટ પર મુસાફરોનો મેળાવડો સર્જાયો હતો. ગઈકાલે એક જ દિવસમાં કુલ 5405412 લોકોએ સ્થાનિક ધોરણે હવાઈ મુસાફરી કરી હતી.
On 17th November 2024, Indian skies witnessed a historic milestone with 5,05,412 domestic passengers departing on a single day, crossing the 5 lakh mark for the first time.
India's aviation sector is soaring higher than ever, connecting dreams and destinations seamlessly.… pic.twitter.com/R7pbprO5Ua— MoCA_GoI (@MoCA_GoI) November 18, 2024
505412 સ્થાનિક મુસાફરોએ હવાઈ મુસાફરી કરી
વિવિધ રાજ્યોમાં સ્થિત એરપોર્ટ પર ગઈકાલે 17 નવેમ્બરે એક જ દિવસમાં 505412 સ્થાનિક મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. ગઈકાલે કુલ 3173 ઘરેલુ વિમાનોએ ઉડ્ડયન કર્યું હતું. જેમાં કુલ 505412 મુસાફરોએ મુસાફરી કરી હતી. ભારતીય એરલાઈન્સ અને એરપોર્ટ દ્વારા જણાવ્યા અનુસાર, પ્રથમ વખત દેશમાં એરપોર્ટ્સ પર આટલી મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ જોવા મળી છે.
દેશની અર્થવ્યવસ્થા મજબૂત અને સકારાત્મક
દિવાળી બાદથી રોજિંદા હવાઈ મુસાફરી કરનારાઓની સંખ્યા સતત વધી છે. નવેમ્બરમાં શાળાઓમાં રજાઓ અને લગ્નસરાની સિઝનના કારણે મુસાફરોની સંખ્યા વધી છે. 8 નવેમ્બરે પણ 4.9 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. નવ નવેમ્બરે 4.96 લાખ, જ્યારે 14 નવેમ્બરે 4.97 લાખ, 15 નવેમ્બરે 4.99 લાખ અને 16 નવેમ્બરે 4.98 લાખ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. આ રેકોર્ડ આંકડા દેશની અર્થવ્યવસ્થા મજબૂત અને સકારાત્મક હોવાનો સંકેત આપે છે.