સલમાન ખાનનું નામ હાલમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ સાથે જોડાઈ રહ્યું છે અને તે સિકંદરના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાન અને રશ્મિકા મંદન્નાએ હૈદરાબાદમાં શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મને લઈને ભારે ચર્ચા છે. આ દરમિયાન એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેને સાંભળીને ચાહકો રાજીના રેડ થઈ જાવાના છે.એવું બહાર આવ્યું છે કે ભાઈજાન ટૂંક સમયમાં રશ્મિકા મંદન્ના સાથે બે ગીતો શૂટ કરવા જઈ રહ્યો છે.આ ફિલ્મનું નિર્દેશન એઆર મુરુગાદોસ અને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે.
સલમાન ખાન અને રશ્મિકા મંદન્ના સાથે જોવા મળશે
સિકંદર અને બીજા મોટા પ્રોજેકટ માટે મેકર્સ પણ મોટા લેવલ પર તૈયાર કરી રહ્યા છે. ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માંગે છે. જોકે પહેલા સલમાન ખાન અને રશ્મિકા મંદન્ના બે ગીત શૂટ કરશે. આ ગીતો ઈદ અને હોળી એમ બે તહેવારો પર આધારિત હોવાનું કહેવાય છે. સલમાન ખાન અને એઆર મુરુગાદોસ ઈદ પર એક ફિલ્મ રિલીઝ કરી રહ્યા છે, તેથી તેઓ તેના માટે એક આલ્બમ લાવવા માંગે છે. મહિનાની શરૂઆતમાં સલમાન ખાન અને રશ્મિકા મંદન્નાએ ઈદ અને હોળીની પૃષ્ઠભૂમિ પર સિકંદર માટે બે ડાન્સ શૂટ કરવાની યોજના બનાવી છે. બંને અલગ-અલગ શૈલીના ગીતો હશે. જ્યાં ઈદ ગીત કવાલી હશે. હોળી ટ્રેક રોમેન્ટિક ડાન્સ નંબર હોવાનું કહેવાય છે.
હોળી અને ઈદ પર ગીત રીલીઝ થશે
હોળી અને ઈદના બંને ગીતો સિકંદરનો શ્રેષ્ઠ ભાગ હશે જે આવતાની સાથે જ ધમાલ મચાવશે. આ ગીતોને લઈને આખી ટીમ આત્મવિશ્વાસ ધરાવે છે. ફિલ્મનું બાકીનું શૂટ જાન્યુઆરીમાં પૂર્ણ થશે. તસવીરમાં એક નવો ફ્લેવર જોવા મળશે.
પ્રી-સેલ બુકિંગ યુએસએમાં શરૂ
પુષ્પા 2 ની પ્રી-સેલ બુકિંગ યુએસએમાં શરૂ થઈ છે. ફિલ્મના પોસ્ટરની સાથે જ તેની પર તેની પ્રી-સેલ બુકિંગના આંકડા પણ લખવામાં આવ્યા છે. તેની પર લખ્યું છે કે ફિલ્મે સૌથી ઝડપી એક મિલિયન ડોલરની કમાણી કરી લીધી છે. જ્યારે હજુ તેની રિલીઝમાં 15 દિવસનો સમય બાકી છે. ઈન્ડિયામાં 5 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે. યુએસએમાં 4 ડિસેમ્બરે થિયેટર્સમાં દસ્તક દેશે. ઈન્ડિયા પ્રી-સેલ બુકિંગ પણ શરૂ થવાની છે. દરમિયાન અંદાજ લગાવાઈ શકે છે કે જ્યારે યુએસએમાં ફિલ્મને લઈને આટલો ક્રેઝ છે તો ઈન્ડિયામાં કેટલો હશે. તેની એડવાન્સ બુકિંગમાં જોવો રસપ્રદ હશે કે ફિલ્મ કેટલી ફિલ્મોના રેકોર્ડ તોડે છે અને નવા રેકોર્ડ્સ બનાવે છે.