બિહારના મોટા નેતા અને પૂર્ણિયાના સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ તરીકે ઓળખાતા નેતાએ સલમાન ખાનને મળ્યા નથી. આ માહિતી તેમણે x પર આપી હતી. સાંસદે સલમાન ખાન સાથે ફોન પર કલાકો સુધી વાત કરી હતી. લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકીઓ મળતા પપ્પુ યાદવ સલમાન ખાનની મુલાકાત કરવા માંગતા હતા.
मुंबई से लौट रहा हूं। शहर से दूर शूटिंग में
व्यस्त होने के कारण फिल्म अभिनेता सलमान
खान जी से मुलाकात नहीं हो पाई।उन्हें भी
आश्वस्त करना चाहता था मैं हूं ना!उनसे फोन पर लंबी बात हुई,वह निडर निर्भीक हैं
अपना काम और इंसानियत को पहली प्राथमिकता
बताया! हर परिस्थिति में मैं साथ हूं— Pappu Yadav (@pappuyadavjapl) October 25, 2024
લોરેન્સ બે ટાકાનો ગેંગસ્ટાર
બાબા સિદ્દીકીની હત્યા બાદ પપ્પુ યાદવે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ પોસ્ટ ખુબ વાયરલ થઈ હતી. સાંસદે લોરેન્સ બિશ્નોઈને બે ટાકાનો ગેંગસ્ટાર ગુણાવ્યો હતો. ગેંગે 12 ઓકટોબરના દિવસે બાબા સિદ્દીકીની હત્યા કરી હતી. તે પછી સાંસદ પપ્પુ યાદવે પોસ્ટમાં કહ્યું હતું કે, જો કાયદો પરવાનગી આપશે તો, 24 કલાકની અંદર લોરેન્સ બિશ્નોઈના નેટવર્કને ખતમ કરી દેશે.
લોરેન્સ બિશ્નોઈની ચૂંટણી લડવાની ઈચ્છા હશે તો પાર્ટી તેમને ટિકિટ આપશે
લોરેન્સ બિશ્નોઈને લખેલા પત્રમાં UBVS અધ્યક્ષ સુનીલ શુક્લાએ કહ્યું છે કે, ‘અમને તમારામાં શહીદ ભગત સિંહ દેખાય છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને પાંચ અન્ય ઉત્તર ભારતીય રાજ્યોમાંથી આવેલા ઉત્તર ભારતીયો, જેઓનો મહારાષ્ટ્રમાં જન્મ થયો છે અને અહીં જ મોટા થયા છે, જેઓ OBC, SC અને ST છે, છતાં તેમને અનામતથી માત્ર એટલા માટે વંચિત રાખવામાં આવ્યા છે કારણ કે તેમના પૂર્વજો ઉત્તર ભારતીય હતા. જો ભારત એક એકમ છે તો આપણે શા માટે આ અધિકારથી વંચિત છીએ?