બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધ હરકત,ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરી

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર વચ્ચે સરકાર અને પોલીસના વલણ પર સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે મોટો દાવો કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં તેણે કહ્યું છે કે ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ઢાકા પોલીસે ધરપકડ કરી છે. ચિન્મય કૃષ્ણ દાસે બાંગ્લાદેશમાં હિન્દુઓના સમર્થનમાં રેલી કાઢી હતી. પોલીસે તેની સામે રાજદ્રોહનો ગુનો નોંધ્યો હતો.

ઈસ્કોન કોલકતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું કે હિન્દુ સાધુ અને બાંગ્લાદેશી લધુમતીઓના નેતા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ઢાકા પોલીસે ધરપકડ કરી છે. તેમણે અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા છે. ઢાકા પોલીસની ડિટેકિટવ બ્રાન્ચે તેની ધરપકડ કરી છે.

હિંસા ફાટી નીકળી

બાંગ્લાદેશમાં નવી સરકાર આવ્યા બાદ હિંદુઓ પર અત્યાચાર અટક્યા નથી. આ મહિનાના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ-પૂર્વીય બંદર શહેર ચિત્તાગોંગમાં આવી અનેક ઘટના નોંધાઈ હતી. ઇસ્કોન મંદિર પર ટિપ્પણી બાદ અહીં હિંસા ફાટી નીકળી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં સેના બોલાવવામાં આવી હતી. આ ઘટના અંગે એક મુસ્લિમ દુકાનદારે ઈસ્કોન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હોવાનું બહાર આવ્યું હતું. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું. આ પછી હિંસા ફાટી નીકળી હતી.

ચિન્મય કૃષ્ણ દાસની ઢાકા પોલીસે ધરપકડ કરી

ભારત હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો સતત ઉઠાવતું રહ્યું છે. એટલું જ નહીં, સંયુક્ત રાષ્ટ્રે પણ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ હિંસાના મુદ્દે સવાલો ઉઠાવ્યા છે. ઓક્ટોબરમાં સંયુક્ત રાષ્ટ્રએ માર્યા ગયેલા લઘુમતીઓની તપાસ અને સુરક્ષા માટે વિનંતી કરી હતી. યુએન હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે કહ્યું હતું કે એક સમાવિષ્ટ અભિગમને આગળ વધારવા માટે તપાસ જરૂરી છે. જ્યાં વર્ગ, લિંગ, જાતિ, રાજકીય વિચારધારા અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેક અવાજ સાંભળવામાં આવે.

 

Scroll to Top