બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન અને મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર રચાયા બાદ હિન્દુઓ પર અત્યાચાર વધી ગયા છે. ઈસ્કોન હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ લઘુમતીઓ વિરુદ્ધ હિંસાને લઈને હોબાળો મચી ગયો છે. ત્યારે હિન્દુઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે પૂર્વ શેખ હસીના સરકારના વિદેશ મંત્રી હસન મહમૂદે યુનુસ સરકારના નિર્ણયો પર સવાલ ઉઠાવતા કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ ખતરનાક છે.
બાંગ્લાદેશ અરાજકતા તરફ ધકેલાઈ ગયું
હસન મહમૂદે કહ્યું કે કટ્ટરવાદીઓ અને આતંકવાદી દળોને પ્રોત્સાહન આપવું અને ભારત વિરોધીને પ્રોત્સાહન આપવું એ યુનુસ સરકારની રણનીતિ છે. આનાથી બાંગ્લાદેશ સંપૂર્ણ અરાજકતા તરફ ધકેલાઈ ગયું છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર લોકશાહીને બદલે ટોળાશાહીનું સમર્થન કરી રહી છે. તમને જણાવી દઈએ કે શેખ હસીનાની સરકાર પડી ગયા બાદ હસન મહમૂદ છુપાઈ ગયો છે.
ઇસ્કોનના મહંત ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની ધરપકડ
બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં મંગળવારે સુરક્ષાકર્મીઓ અને ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીના અનુયાયીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ દરમિયાન એક સહાયક સરકારી વકીલનું મોત થયું હતું. પોલીસે આ હત્યાના આરોપમાં 30 લોકોની અટકાયત કરી છે. ઇસ્કોનના મહંત ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની સોમવારે ઢાકામાં શાંતિપૂર્ણ વિરોધનું નેતૃત્વ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
મંદિરો પર ભયાનક હુમલા થયા
દેશના ખૂણે ખૂણે હિંદુઓ સામે કોઈને કોઈ ખુણે હિંસા જોવા મળી રહી છે. વચગાળાની સરકાર આ સમુદાયોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં દેશમાં લઘુમતીઓ અને મંદિરો પર ઘણા ભયાનક હુમલા થયા છે. સરકારે તેને રોકવા માટે પગલાં લીધા નથી.