– મને નોટિસ આપ્યા વગર સસ્પેન્ડ કરવામાં આવ્યો
– મારૂ રાજકીય કદ ઘટાડવાનું કાવતરું
– હું ટાટ શિક્ષક સંઘ ગુજરાતનો મહામંત્રી
બનાસકાંઠાના વડગામ તાલુકાના મજાદર પ્રાથમિક શાળાનાં આચાર્ય સામે શિક્ષણ વિભાગના નકલી નિયામકની સહી કરી બદલી અને વિદ્યાર્થીઓની શિષ્યવૃતિમાં ઉચાપત કરાવતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે મજાદર પ્રાથમિક શાળાના આચાર્ય બ્રિજેશ પરમારનું નિવેદન સામે આવ્યું છે.
હું ટાટ શિક્ષક સંઘ ગુજરાતનો મહામંત્રી
આચાર્ય બ્રિજેશ પરમારે કહ્યું કે, મારી પર લાગેલા તમામ આરોપો ખોટા છે. મને નોટિસ આપ્યા વગર સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જેને મારા પર આરોપ લગાવ્યા છે, તેને હું ઓળખતો નથી.હું તમામ કોલ ડીટેઇલ લઈને રજૂઆત કરીશ.મેં કોઈને ફોન કર્યો નથી. હું ટાટ શિક્ષક સંઘ ગુજરાતનો મહામંત્રી છું. મારૂ રાજકીય કદ ઘટાડવાનું કાવતરું હોય તેવું લાગે છે.
શિષ્યવૃત્તિ પર શિક્ષકની પ્રતિક્રયા
2016 થી સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ખાતામાં સીધી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. શિષ્યવૃત્તિ બાળકોના ખાતામાં સીધી આવે છે તો ઊંચાપતનો કોઈ સવાલ રહેતો નથી. વારંવાર અમુક તત્વો દ્વારા મારા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને હું વારંવાર નિર્દોષ છૂટયા કરુંછું તેનો મને આનંદ છે.