બટેંગે તો કટંગેના સુત્ર પર કંગના રનૌતનો મોટો ખુલાસો

 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપેલું સૂત્ર બટેંગે તો કટંગે ખુબ ચર્ચામાં છે. આ નારા પર રાજકારણ ગરમ થઈ ગયું છે. બોલિવૂડ એક્ટ્રેસ અને બીજેપી સાંસદ કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી છે.

POK જલ્દી ભારતમાં આવશે – રનૌત 

મહારાષ્ટ્રના નાગપુરમાં બીજેપી સાંસદ કંગના રનૌતે કહ્યું હવે સામાન્ય લોકો પણ બટેંગે તો કટંગેના સૂત્રને સમર્થન આપી રહ્યા છે. આ સૂત્ર આપણી એકતા વિશે છે. અમે પરિવારમાં પણ એવું જ કહીએ છીએ કે દરેક વ્યક્તિએ એકજૂટ રહેવું જોઈએ. અમારો પક્ષ સનાતની છે. જો આપણે એક હશું તો POK જલ્દી ભારતમાં આવી જશે.

રાહુલ ગાંધી પીએમ મોદીના કામથી ડરે છે

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર કંગનાએ કહ્યું, આપણા દેશના નેતા વડાપ્રધાન મોદી છે. આજે આખો દેશ અને આખી દુનિયા તેમને સન્માનની નજરે જુએ છે અને સન્માન આપે છે. રાહુલ ગાંધી પીએમ મોદીના કામથી ડરે છે. વડાપ્રધાનના રાહુલ ગાંધી જોયા વગર ભાષણ પણ આપી શકતા નથી. તેથી જ તેઓ તેમનાથી ચિડાઈ જાય છે.

નડ્ડાએ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા

કોંગ્રેસ તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ કરી રહી છે. તેલંગાણા અને કર્ણાટકમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અને અન્ય પછાત વર્ગ (OBC) માટે અનામત ક્વોટામાંથી લઘુમતીઓને અનામત આપવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા ભેદભાવ વિના દેશને એક કર્યો છે. કોંગ્રેસની વિભાજનકારી નીતિઓને નકારવા અને દેશને મજબૂત કરતી રાજનીતિને સમર્થન આપવા અપીલ કરી હતી.

Scroll to Top