પોરબંદરનો દરિયા કિનારો ડ્રગ્સ હબ બન્યું, ATSએ 500 કિલોનું ડ્રગ્સ ઝપ્ત કર્યું

  • NCB અને ATSએ 500 કિલોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
    – 12 માર્ચ 2024ના દિવસે પણ ડ્રગ્સના મોટું રેકેટનો પર્દાફાશ થયો હતો
    – આ પહેલા પણ ATSએ ઓપરેશન પાર પાડ્યું હતું

 

ગુજરાતમાં દરિયા કિનારેથી ડ્રગ્સ પકડાવવું સામન્ય બની ગયું છે. કચ્છ,પોરબંદરના દરિયા કિનારેથી ડ્રગ્સ ઘુસાડવું આસાન બની જાય છે. ત્યારે આજે ફરીથી પોરબંદરના દરીયા કિનારેથી NCB અને ATSએ 500 કિલોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. કેટલા આરોપીને સંકજામાં લેવામાં આવ્યા તે સામે આવ્યું નથી.

NCB અને ATSએ 500 કિલોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું

રાજ્યમાં આ પહેલા પણ અનેક વખત દરીયા કિનારેથી ડ્રગ્સ ધુસાડવાના પ્રયાસો થયેલા છે. જે આપણે વિગત વાર જાણીએ. તારીખ 28-04-24ના રોજ ગુજરાત ATS કોસ્ટગાર્ડ અને NCBની ટીમે પોરબંદરમાંથી 90 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું. ખાસ ઈનપુટના આધારેલ 14 પાકિસ્તાનને ઝડપ્યા હતા. આ ઓપરેશનમાં ATS પર પાકિસ્તાનની બોટચાલકે હુમલો કર્યો હતો.

આ પહેલા પણ ATSએ ઓપરેશન પાર પાડ્યું હતું

12 માર્ચ 2024ના દિવસે પોરબંદરના દરિયાકાંઠાથી ફરી એકવાર ડ્રગ્સના મોટું રેકેટનો પર્દાફાશ થયો હતો. પોરબંદરના અરબી સમુદ્રામાંથી 480 કરોડના ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATS,કોસ્ટગાર્ડ અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સના જથ્થો દરિયામાંથી પકડયો હતો.70થી 80 ડ્રગ્સના પેકેટ સાથે 6 પાકિસ્તાનઓની પણ ધરપકડ કરાઈ હતી.

Scroll to Top