પાકિસ્તાનને લાગ્યો મોટો આંચકો, PoKમાં ચેમ્પિયન્સ ટ્રોફી નહીં જાય

– ઈન્ડિયા પાકિસ્તાન રમવા નહીં જાય
– ટ્રોફી લાહોર, કરાચી, રાવલપિંડીમાં પણ નહીં જાય
– ચેમ્પિયન્સ ટ્રોફી PoKમાં પણ નહીં જાય

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા વધુ એક મોટો હોબાળો થયો છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ICC ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈથી ઈસ્લામાબાદ મોકલી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ ટ્રોફીને પ્રવાસ માટે તૈયાર છે. ટ્રોફીને પાકિસ્તાનમાં અલગ-અલગ જગ્યાએ ચાહકો વચ્ચે લઈ જવામાં આવશે. ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રવાસની પણ pcbએ જાહેરાત કરી છે.ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. iccએ pcbને ચેમ્પિયન્સ ટ્રોફી pok લઈ જવાની મંજુરી આપી નથી.

ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદિત વિસ્તારમાં નહીં જાય

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી 14 નવેમ્બરે ઈસ્લામાબાદ પહોંચી ગઈ છે. 16 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી ટ્રોફીને પાકિસ્તાનના અલગ-અલગ સ્થળોએ લોકો વચ્ચે લઈ જવામાં આવશે. શેડ્યૂલ મુજબ, ટ્રોફી સ્કર્દુ, મુરી, હુંઝા અને મુઝફ્ફરાબાદ જેવા સ્થળોએ જશે. તેમાંથી સ્કર્દુ, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં આવે છે. પરંતુ ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ઝટકો આપ્યો છે. ICCએ PCBને ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રવાસને કોઈપણ વિવાદિત PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં લઈ જવાની મંજૂરી આપી નથી.

ટ્રોફી લાહોર, કરાચી, રાવલપિંડીમાં પણ નહીં જાય

પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ તૈયાર કર્યું છે. તે સામે આવવાની રાહ તમામ દેશો જોઈ રહ્યા છે. ટૂર્નામેન્ટની તમામ મેચો પાકિસ્તાનના ત્રણ સ્થળો લાહોર, કરાચી અને રાવલપિંડીમાં યોજાવાની છે. ત્રણેય શહેરોમાં વધુ પડતા ધુમ્મસને કારણે અહીં ટ્રોફી લેવામાં આવશે નહીં.

ઈન્ડિયા પાકિસ્તાન રમવા નહીં જાઈ

ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. પરંતુ ટીમ ઈન્ડિયા પાકિસ્તાન રમવા જવાની ‘ના” પાડી છે. આના જવાબમાં પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે તૈયાર ન હોવાને કારણે શિડ્યુલની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. આઈસીસીના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે, જ્યારે કોઈ સત્તાવાર ટૂર્નામેન્ટ શેડ્યૂલ વિના કોઈ ટ્રોફી પ્રવાસ હશે. સામાન્ય રીતે ટુર્નામેન્ટનું શેડ્યૂલ ઓછામાં ઓછા 100 દિવસ પહેલા જાહેર કરવામાં આવે છે આ પછી જ ટ્રોફી પ્રવાસ શરૂ થાય છે.

Scroll to Top