ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ કેનેડામાં હાઈ એલર્ટ, ભારતીય લોકો થઈ જાવ સાવધાન

  • કેનેડામાં હાઈ એલર્ટ જાહેર
  • ટ્રમ્પે ઈમિગ્રન્ટ્સ પર અપનાવ્યું કડક વલણ

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ દુનિયાના ઘણા દેશો અમેરિકામાં બદલાતી નીતિઓને લઈને આશંકિત છે. પ્રમુખપદની ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી એવી જાહેરાતો કરી હતી જેની અસર ઘણા દેશો પર પડી શકે છે. આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ અમેરિકાનું પડોશી દેશ કેનેડા પણ હાઈ એલર્ટ પર છે અને તેને લઈને સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવી રહી છે.

કેનેડામાં હાઈ એલર્ટ જાહેર

કેનેડિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે યુએસ સાથેની સરહદ પર કડક તકેદારી રાખી રહ્યા છે. કારણ કે અમેરિકી ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું હતું કે, તેઓ અમેરિકાના ઈતિહાસનો સૌથી વધુ લોકોને દેશ માંથી લોકોને બહાર કાઢવામાં આવશે. કેનેડા અમેરિકાથી વસાહતીઓના મોટા ધસારાની સંભાવનાને પહોંચી વળવા માટે હાઈ એલર્ટ કર્યા છે.

ટ્રમ્પે ઈમિગ્રન્ટ્સ પર અપનાવ્યું કડક વલણ

અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઇને ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ હંમેશા કડક રહ્યું છે. ટ્રમ્પ અમેરિકાની ઘણી સમસ્યાઓનું સૌથી મોટું કારણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને માને છે. આ કારણોસર તેમણે તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. તેમના પ્રથમ રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન નિયમોમાં ફેરફાર કર્યો હતો. મેક્સિકો અને અમેરિકાની સરહદ પર એક મોટી દિવાલ પણ બનાવવામાં આવી હતી, જેથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં પ્રવેશતા અટકાવી શકાય.

ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પે ચેતવણી આપી હતી

રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન પેન્સિલવેનિયામાં એક રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરીકામાં ઈતિહાસનો સૌથી મોટું ગેરકાયદેસર ઈમિગ્રન્ટ વિરોધી ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત કરી હતી. અમેરિકામાં રહેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પણ દેશનિકાલ કરવાની જાહેરાત કરી હતી.

 

 

 

 

Scroll to Top