ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેંચ પુણેના સ્પિન ટ્રેક પર રમાઈ હતી. ન્યુઝીલેન્ડે 113 રને જીતી લીધી હતી. બીજી ટેસ્ટ મેંચમાં ન્યૂઝીલેન્ડના સ્પિનરોએ કુલ 18 વિકેટ ઝડપી હતી. આ મેચમાં મિશેલ સેન્ટનરે 13 વિકેટ ઝડપી હતી. આ પછી સવાલો ઉઠવા લાગ્યા કે, ભારતીય બેટ્સમેનો સ્પિન કેમ નથી રમી શકતા.
શ્રીલંકા સ્પિન રમવામાં ટોપ પર
સ્પિન બોંલિગ રમવામાં ભારત કરતા પાકિસ્તાન અને બાંગ્લાદેશ આગળ છે. તેનો અર્થ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ દેશોએ ભારત કરતાં વધુ સારી સ્પિન રમી છે. 2020 થી એશિયામાં સ્પિનરો સામે ભારતની સરેરાશ 36.9 રહી છે.જ્યારે પાકિસ્તાને 45.5ની એવરેજથી રન બનાવ્યા છે. આ ઉપરાંત બાંગ્લાદેશે 40ની સરેરાશ થી રન બનાવ્યા છે. આ લીસ્ટમાં શ્રીલંકા સ્પિન રમવામાં ટોપ પર છે.
આ આંકડા 2020 થી એશિયામાં રમાયેલી ટેસ્ટ મેચોની છે. તમને જણાવી દઈએ કે, આ આંકડા એકથી સાત નંબર સુધીના બેટ્સમેનોના છે.
શ્રીલંકા – 47.1
પાકિસ્તાન – 45.5
બાંગ્લાદેશ – 40
ભારત – 36.9
ઓસ્ટ્રેલિયા- 35.9
ઈંગ્લેન્ડ – 31.5
દક્ષિણ આફ્રિકા- 31.5
ન્યુઝીલેન્ડ – 29.5
વેસ્ટ ઈન્ડિઝ – 27.6
શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ મજબુત દાવેદાર
ઓસ્ટ્રેલિયાની જીતના પોઈન્ટસ 62.50 છે. જ્યારે ટીમ ઈન્ડિયાની વર્તમાન જીતના પોઈન્ટસ 62.82 છે. ઓસ્ટ્રેલિયા તેના બીજા સ્થાન અને ઉત્કૃષ્ટ જીતની ટકાવારીને કારણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમવા માટે પ્રબળ દાવેદાર હશે.બીજી ટીમ શ્રીલંકા અથવા ન્યુઝીલેન્ડ હોઈ શકે છે. હાલ પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા ત્રીજા સ્થાને અને ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને છે. શ્રીલંકાએ આ સાઈકલમાં અત્યાર સુધીમાં 9 ટેસ્ટ રમી છે. જેમાં તેમણે 5માં જીત, 4માં હાર અને 1 મેચ ડ્રો થઈ હતી. શ્રીલંકાની જીતની ટકાવારી 55.56 છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડે અત્યાર સુધી 10 મેચ રમી છે, જેમાં તેમણે 5માં જીત અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. કિવી ટીમની જીતની ટકાવારી 50 છે.