ઝિમ્બાબ્વેએ 23 ઓક્ટોબરે T20 ક્રિકેટમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ તોડ્યો હતો, જ્યારે તેણે ગામ્બિયા સામે T20 ઇતિહાસમાં સૌથી મોટી જીત પણ નોંધાવી હતી. મેન્સ ટી20 વર્લ્ડ કપ આફ્રિકા સબ રિજનલ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં ઝિમ્બાબ્વેએ ગામ્બિયા સામે 4 વિકેટે 344 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા હવે આ યાદીમાં ત્રીજા ક્રમે આવી ગઈ
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા હવે આ યાદીમાં ત્રીજા ક્રમે આવી ગઈ છે. બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં જ 297 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. જ્યારે બીજા ક્રમે નેપાળની ટીમ આવી ગઈ છે જેણે 314 રનનો મસમોટો સ્કોર બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો. જે હવે તૂટી ગયો છે.
ઝિમ્બાબ્વેએ T20માં તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી
આ દરમિયાન સિકંદર રઝાએ માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી. જે આ ફોર્મેટમાં ઝિમ્બાબ્વે તરફથી પ્રથમ સદી હતી. રઝાએ 15 છગ્ગા ફટકારીને 133 રન બનાવ્યા બાદ અણનમ રહ્યું હતું. આ મેચમાં ઝિમ્બાબ્વેએ વધુ 12 સિક્સર ફટકારીને રેકોર્ડ સર્જાયો હતો. અત્યાર સુધી આ રેકોર્ડ નેપાળના નામે હતો, જેણે એક ઇનિંગમાં સૌથી વધુ સ્કોર (314) અને સૌથી વધુ સિક્સર (26) હતી. બદલામાં, ગામ્બિયા 54 રનમાં આઉટ થઈ ગયું, આમ ઝિમ્બાબ્વેએ T20માં તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત (રનોની દ્રષ્ટિએ) નોંધાવી હતી.
સિકંદર રઝાએ T20I ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સેન્ચુરી કરી
આ મેચનો સૌથી મોટો સ્ટાર સિકંદર રઝા હતો, તે સાતમી ઓવરના અંતે બેટિંગ કરવા આવ્યો હતો, જ્યારે પાવર પ્લે પૂરો થયો હતો અને ફિલ્ડિંગ પણ ફેલાઈ ગઈ હતી, પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડ્યો ન હતો. તેણે ત્રીજા બોલ પર જ સિક્સર ફટકારી અને પછી તેનું બેટ રન મશીન બની ગયું, આ દરમિયાન સિકંદર રઝાએ T20I ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સેન્ચુરી પણ ફટકારી. જે 33 બોલમાં જ ફટકારી હતી.