નોરા ફતેહી બોલિવૂડમાં તેની એકિટંગ અને આઈટમ સોંન્ગ માટે ખુબ જાણીતી છે. નોરાના મોટાભાગના ગીત સુપર હિટ હોય છે. નોરા હંમેશા પોતાના અંગત અને જાહેર અનુભવ વિશે ખુલીને વાત કરતી હોય છે. તેમણે ફરી વખત સ્ટાઈલ વિશે ખુલીને વાત કરી છે. નોરાએ ખુલાસો કર્યો છે કે, નિર્મતાઓ જ્હાન્વી કપૂર, સારા અલી ખાન અને અનન્યા પાંડે આવા ડ્રેસ ન પહેરે. કારણ કે, આવા કપડાથી આ ત્રણય અભિનેત્રીને શરીરનો પ્રકાર ખુબ અલગ લાગે છે. કપડા પસંદ કરનાર તેના તર્કને સમજી શકતો નથી. અને તે ખાલી હા પડે છે. મેલબોર્નમાં યોજાયેલ ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલના એક ઈન્ટરવ્યુમાં નોરા ફતેહીએ બોલિવૂડમાં Stylingને લઈને પોતાનો અનુભવ વિશે ખુલીને વાત કરી હતી. નોરાએ જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં સ્ટાઇલની વાત આવે ત્યારે તેને લગતા સૂચનો અંગે પૂછવા અને કપડા દેખાડવા જોઈએ.
અનન્યા પાંડે, જ્હાનવી કપૂર અને સારા અલી ખાનને આપી સલાહ
નોરાએ કહ્યું કે, ભારતમાં લાંબા સમય સુધી કામ કર્યા પછી, તે હવે તેના સ્ટાઈલિશને અનન્યા પાંડે, જ્હાનવી કપૂર અને સારા અલી ખાનની જેમ ડ્રેસ ન પહેરવા માટે કહી શકે છે કારણ કે, તેનો બોડી ટાઇપ અલગ છે. અનુભવો યાદ કરતા કહ્યું કે, મે ઘણા વિવાદોનો સામનો કર્યો છે. જેમા મારે સ્ટાઈલિસ્ટ અને ડિરેકટર્સ પર દબાણ કરવું પડ્યું છે. કારણ કે તેઓ ચોક્કસ કપડાં બનાવે છે અને કહે છે આ કપડા પહેરીલો. નોરાએ વધુમાં કહ્યું કે, મારે સમજાવવું પડ્યું કે, તે તેમને સમજે છે, પરંતુ તેમના શરીરનો પ્રકાર અલગ છે, અને તેમણે તે મુજબ કપડાં નક્કી કરવા જોઈએ. તેણીએ કહ્યું- ઇન્ડસ્ટ્રીમાં મારી બોડી ટાઇપ સામાન્ય નથી, તેથી સ્ટાઈલિશ સમજી શકતા નથી.
નોરાએ 2013માં ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું
તમને જણાવી દઈએ કે, નોરાએ વર્ષ 2013માં ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. જેમાં ભારત, ભુજ, મડગાંવ એક્સપ્રેસ, ક્રેક જેવી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સાથે તેણે ઘણા આઈટમ સોંગ પણ કર્યા છે જે ખૂબ જ લોકપ્રિય થયા છે.