રિયાલિટી ટીવી શો બિગ બોસ 18 ની સફર જેમ જેમ આગળ વધી રહી છે. તેમ તેમસ્પષ્ટ થઈ રહ્યું છે કે આ સિઝનમાં કયા ખેલાડીઓ જીતવાની ક્ષમતા ધરાવે છે. રજત દલાલ, કરણવીર મહેરા, શ્રુતિકા અર્જુન, વિવિયન ડીસેના અને દિગ્વિજય રાઠીએ ખૂબ જ સારું કન્ટેન્ટ આપ્યું છે. લોકોનો પૂરો સપોર્ટ પણ મળી રહ્યો છે. ટીવી સેલિબ્રિટીઓએ પણ ખુલ્લેઆમ તેમની મનપસંદ સેલિબ્રિટીઝના નામ આપવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન રાખી સાવંતે પણ આગાહી કરી છે કે તેના અનુસાર કયો ખેલાડી આ સિઝનની ઈનામી રકમ ઘરે લઈ જશે.
રાખી સાવંતે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે કહ્યું કે વિવિયન ડીસેના આ સીઝનનો વિજેતા બનશે અને કરણવીર મેહરા ફર્સ્ટ રનર અપ હશે. રાખી સાવંત ઘણી વખત બિગ બોસનો ભાગ રહી ચુકી છે. તે શોમાં ક્યારેક સ્પર્ધક તરીકે તો ક્યારેક ગેસ્ટ તરીકે જોવા મળી છે.
તમે લોકો કંઈ પણ ઉખાડી ન શકો – સાંવત
રાખી સાવંતે તેના વીડિયોમાં કહ્યું વિવિયનને ટાર્ગેટ કરનારાઓને હું કહી દઉં કે તેણે તેના લગ્નમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેણે સિરિયલોમાં દિવસ-રાત કામ કર્યું છે.તમે લોકો કંઈપણ ઉખાડી ન શકો. વિવિયન ગમે તેમ કરીને જીતશે. કરણ રનર અપ બનશે.
હું છત પરથી કૂદી જશ – રાખી સાંવત
રાખી સાવંતે કહ્યું હું દરેકને ઉપાડીશ અને ફેંકી દઈશ. સમજો કે મેં તેની સિરિયલોને બે વાર એવોર્ડ આપ્યા છે. રાખી સાવંતે કલર્સ ટીવીને ધમકી આપતા કહ્યું કે જો વિવિયન નહીં જીતે તો હું છત પરથી કૂદી જશે. હું મારી જાતને પંખાથી લટકાવીશ. વિવાનને જીતવું જ પડશે. તે મારો મિત્ર પણ છે. હવે જોવાનું એ રહેશે કે રાખી સાવંતની આ ભવિષ્યવાણી કેટલી હદે સાચી સાબિત થાય છે.