જમ્મુ-કાશ્મીરને મળશે રાજ્યનો દરજ્જો? અમિત શાહે આપ્યા સંકેત

જમ્મુ-કાશ્મીરને ટૂંક સમયમાં ફરી પાછો રાજ્યનો દરજ્જો મળી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે કામગીરી શરૂ થઈ શકે છે. જો કે, સત્તાવાર જાહેરાત થઈ નથી. બુધવારે સાંજે દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે મોટી બેઠક યોજાઈ હતી. સરકાર બનાવ્યા બાદની પ્રથમ બેઠકમાં જ એનસી સરકારે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો ઠરાવ રજૂ કર્યો હતો.

અમિત શાહે ખાતરી આપીમીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. અડધો કલાક સુધી ચાલનારી આ બેઠક સકારાત્મક રહી હતી. ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યનો દરજ્જો આપવાની કામગીરી શરૂ કરવાની ખાતરી આપી છે. જેનો સંકેત ઓમર અબ્દુલ્લાહે પણ આપ્યો છે.

જમ્મુ-કાશ્મીરને 2019માં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ હતું
ઓમર અબ્દુલાહે આ બેઠક બાદ નિવેદન આપ્યું હતું કે, આ એક શિષ્ટાચારની ભેટ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રીને જમ્મુ-કાશ્મીરની સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી અને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા મુદ્દે ચર્ચા કરી. જમ્મુ-કાશ્મીરને 2019માં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યુ હતું. જેથી તેનું પોલીસ બળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકાર ક્ષેત્રમાં છે.

નેશનલ કોંગ્રેસે 90માંથી 42 બેઠકો પર જીત મેળવી હતી
દિલ્હીમાં પોતાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી અબ્દુલ્લાહ અનેક કેન્દ્રીય મંત્રીઓને મળશે તેમજ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ મુલાકાત કરે તેવી સંભાવના છે. હાલમાં જ યોજાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભા બેઠકમાં અબ્દુલ્લાહના પક્ષ નેશનલ કોંગ્રેસે 90માંથી 42 બેઠકો પર જીત મેળવી હતી.

અમિતશાહ

Scroll to Top