ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે હાઈ વોલ્ટેજ મેંચ, જાણો શું છે? સમગ્ર ઘટના

– હોંગકોંગ સિક્સ 2024 ટૂર્નામેન્ટ સાત વર્ષ બાદ થઈ રહી છે
– ટોપ 2 ટીમો ક્વાર્ટર ફાઈનલમાં ટકરાશે
– 1 નવેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેંચ

 

હોંગકોંગ સિક્સ 2024 ટૂર્નામેન્ટ સાત વર્ષ બાદ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સહિતની ટીમો ભાગ લઈ રહી છે. આ ઈવેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લેશે. દરેક ટીમમાં કુલ 6 ખેલાડીઓ હશે અને તમામ 6 વિકેટ પડ્યા બાદ જ ટીમને ઓલઆઉટ ગણવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં
ભારત અને પાકિસ્તાન મેચ પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનશે.

ગ્રુપની ટોપ 2 ટીમો ક્વાર્ટર ફાઈનલ રમશે
આ ટૂર્નામેન્ટ 1 થી 3 નવેમ્બર દરમિયાન રમાશે. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગ વચ્ચે રમાશે. આ ટૂર્નામેન્ટમાં બીજી મેંચ ભારતીય ટીમની મેંચ પાકિસ્તાન સામે રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 નવેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યે શરૂ થશે. બંને ગ્રુપની ટોપ 2 ટીમો ક્વાર્ટર ફાઈનલમાં ટકરાશે.

2012 પછી ફરીથી આ ટુર્નામેન્ટ પર પ્રતિબંધ

હોંગકોંગ સિક્સ ટુર્નામેન્ટની શરૂઆત 1992માં થઈ હતા.ત્યારે ફાઈનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટ 1997 પછી બંધ કરવામાં આવી હતી. પરંતુ ફરી 4 વર્ષ પછી 2001માં ચાલુ કરવામાં આવી હતી. ત્યારબાદ 12 વર્ષ સુધી સફળતાપૂર્વક આયોજન થયું હતું. જ્યારે 2012 પછી ફરીથી આ ટુર્નામેન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે 7 વર્ષ પછી ફરીથી હોંગકોંગ સિક્સ ટુર્નામેન્ટ ચાલુ થવાની છે. આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાએ આ ટુર્નામેન્ટ સૌથી વધુ (5) વખત જીતી છે.

ભારતની મેચો ક્યારે યોજાશે?

ભારત vs પાકિસ્તાન – 1 નવેમ્બર

ભારત vs UAE – 2 નવેમ્બર

 

Scroll to Top