ઘીના ઠામમાં ઘી, વિશ્વરાજ સિંહ મેવાડે ધુણીના દર્શન કર્યા

ઉદયપુરના પૂર્વ મેવાડ રાજવી પરિવારમાં મિલકતને લઈને વિવાદ થયો હતો. વિવાદને કારણે મામલો એટલો બગડી ગયો કે સિટી પેલેસની બહાર પથ્થરમારો થયો. જોકે હવે આ વિવાદ ઉકેલાઈ ગયો છે. વિશ્વરાજ સિંહ મેવાડ સિટી પેલેસની અંદર ગયા છે. તેમણે પોલીસ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓની હાજરીમાં પવિત્ર ગણાતી ધૂનીને દર્શન કર્યા હતા.

અધિકારીઓની હાજરીમાં પવિત્ર ગણાતી ધૂણીના દર્શન કર્યા

વિશ્વરાજ સિંહ મેવાડ સિટી પેલેસની અંદર જઈ રહ્યા હતા ત્યારે રાજપૂત સમાજના લોકએ તેમને ખભા પર બેસાડી લીધા હતા. કરાર દરમિયાન લક્ષ્યરાજને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.ખાતરી પણ લેવામાં આવી હતી કે તેઓ કે તેમના સમર્થકો કોઈ મુશ્કેલી ઊભી કરશે નહીં.

ધૂણી જવું તેમનો અધિકાર – વિશ્વરાજ

લક્ષ્યરાજ સિંહની પ્રેસ કોન્ફરન્સ પહેલા, બીજેપી ધારાસભ્ય અને તેમના પિતરાઈ ભાઈ વિશ્વરાજ સિંહે પત્રકારોને કહ્યું કે ધૂણી જવું તેમનો અધિકાર છે. પરંતુ મને અટકાવવામાં આવ્યો હતો. આ પહેલા લક્ષ્યરાજે પોતાના પિતરાઈ ભાઈ વિશ્વરાજ સિંહ મેવાડ પર વિવાદને લઈને નિશાન સાધ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે બીજી બાજુ આ પરિસ્થિતિનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેટલાક લોકો તેમના રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને અમારા ઘરમાં ઘુસવા માંગે છે.

શું હતો સમગ્ર વિવાદ

વિશ્વરાજ સિંહને આ મહિનાની શરૂઆતમાં પિતા મહેન્દ્ર સિંહ મેવાડના અવસાન બાદ સોમવારે ચિત્તોડગઢ કિલ્લા ખાતે યોજાયેલા સમારોહમાં ભૂતપૂર્વ મેવાડ રાજવી પરિવારના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્યાભિષેક સમારોહ પછી વિશ્વરાજ સિંહ સિટી પેલેસમાં ધૂણી (ધાર્મિક મંદિર) અને પછી એકલિંગનાથજી મંદિરની મુલાકાત લેવાના હતા. જો કે, મહેન્દ્ર સિંહ મેવાડના નાના ભાઈ અરવિંદ સિંહ મેવાડ જેઓ સિટી પેલેસ ધૂની અને મંદિરની સંભાળ રાખતા હતા. તેને વિશ્વરાજ સિંહને સિટી પેલેસમાં પ્રવેશતા અટકાવ્યા હતા.

Scroll to Top