હિન્દુ ધર્મ પ્રમાણે ધનતેરશ, દિવાળી, ભાઈબીજ, દેવદિવાળી જેવા તહેવારનું ખાસ મહત્વ રહેલું છે. આ પૃર્વ પર ભગવાન અને વિવિધ દેવીની પૂજા કરવામાં આવતી હોય છે. સોમનાથ મંદિરમાં માતા લક્ષ્મીની આરાધનાની ખુબ મહત્વ હોય છે. ત્યારે દેશના તમામ લોકો આ આરાધનાનો લાભ લઈ શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ મંદિરમાં આ વર્ષે ધનતેરશની પુજા લોકો ઓનલાઈન નિહાળી શકશે.
આરાધ્યને ટેકનોલોજીથી જોડનાર ભક્તિ સેતુ બનશે સોમનાથ મંદિર ટ્રસ્ટ
સનાતન ધર્મમાં સૌભાગ્યની દાયિની દિવાળીના પર્વ પર માતા લક્ષ્મીની પૂજા કરીને એમના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. રિદ્ધિસિદ્ધીના દાતા શ્રી ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સાથે નવા રોજમેળનું પૂજન કરી અને વેપારીઓ અને પરિવારો નવા વર્ષના આર્થિક વ્યવહારોની શરૂઆત કરતા હોય છે.
સોમનાથ દિવાળીની રજાઓમાં આવનાર ભક્તો પણ લઈ શકશે લક્ષ્મી પૂજનનો લાભ
આ જ પરંપરાને લોકો માટે સુલભ અને સુખદાયી બનાવના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ભારતના વિઝનને અનુસરીને, દેશભરના ભક્તોને ઓનલાઈન માધ્યમથી સોમનાથ મંદિર ખાતે લક્ષ્મી પૂજન માટે જોડવા માટે વિશેષ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે.જેમાં દિવાળીના દિવસે તા.31/10/2024 અને ગુરુવાર ના રોજ સાંજે 5:45 થી 7:00 વાગ્યા સુધી સોમનાથ મંદિરમાં દેશભરમાં વસતા ભક્તોના લાભ માટે લક્ષ્મી પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવનાર છે.
લક્ષ્મી પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવશે
સોમનાથ મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, દિવાળીના દિવસે તા.31/10/2024 અને ગુરુવાર ના રોજ સાંજે 5:45 થી 7:00 વાગ્યા સુધી સોમનાથ મંદિરમાં દેશભરમાં વસતા ભક્તોના લાભ માટે લક્ષ્મી પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવનાર છે.