બોલિવૂડની યુવા અભિનેત્રી અનન્યા પાંડે તેની ફિલ્મોની સાથે તેના અંગત જીવનને લઈને ઘણી વાર ચર્ચા રહેતી હોય છે. હવે ફરી એકવાર અનન્યા ટ્રેન્ડમાં છે. અનન્યા પાંડે લાંબા સમયથી અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે રિલેશનશિપમાં હતી. બંને વચ્ચે 13 વર્ષનું અંતર ઘણીવાર ચર્ચાનો વિષય બન્યું હતું. જોકે હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ હવે અનન્યા પાંડેના જીવનમાં એક નવા વ્યક્તિની એન્ટ્રી થઈ છે. થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે અનન્યા વિદેશી મોડલ વોકર બ્લેન્કોને ડેટ કરી રહી છે. હવે વોકર બ્લેન્કોએ પોતે અનન્યા પાંડે પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે. અનન્યા પાંડે આજે પોતાનો 26મો જન્મદિવસ ઉજવી રહી છે. આ સ્થિતિમાં વોકરે તેના નામે એક રોમેન્ટિક પોસ્ટ લખી છે.
હેપ્પી બર્થડે બ્યુટીફુલ – વોકર બ્લેન્કો
બ્લેન્કોએ અનન્યા પાંડેનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. અને તેણે લખ્યું હતું કે, ‘હેપ્પી બર્થડે બ્યુટીફુલ. તું ખૂબ જ ખાસ છો. આઈ લવ યુ એની.’ વોકર બ્લેન્કો વ્યવસાયે મોડલ છે. આ ઉપરાંત તે અંબાણી પરિવાર માટે જામનગરમાં તેમના વંતરા એનિમલ પાર્કમાં પણ કામ કરે છે. તે પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે.અનન્યા પાંડે અને વોકર બ્લેન્કોની મુલાકાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન દરમિયાન થઈ હતી. હવે આ કપલ રિલેશનશિપમાં છે. વોકરની આ પોસ્ટને તેમના સંબંધોની પુષ્ટિ માનવામાં આવી રહી છે.
કુંડળી જોઈને હું બહાર ફેંકાઈ ગઈ – વિદ્યા બાલન
વિદ્યા બાલને કહ્યું કે, મને નથી ખબર કે, પ્રોડ્યુસરને મારી કુંડળી ક્યાંથી મળી કારણ કે, તેમની પાસે મારી જન્મતારીખ અને જન્મ સમય નથી. નિર્માતાએ કહ્યું કે, અત્યારે ખરાબ સમય છે, તમે થોડા દિવસ પછી આવો એવું કહી મને બદલી નાખી. પરંતુ તેણે જે કર્યું તે હું ક્યારેય ભૂલીશ નહીં. વિદ્યાએ તેની કુંડળી સાથે જોડાયેલી એક વર્ષ જૂની ઘટના શેર કરી. વિદ્યા કહ્યું કે, મેં એક તમિલ ફિલ્મ કરી હતી. એ ફિલ્મ માટે થોડા દિવસો સુધી શૂટિંગ કર્યું અને પછી મારી બદલી કરવામાં આવી હતી.