– મીઠા સીટ પર 26 હજારથી વધુ ઠાકોર સમાજના વોટ
– પટેલ, દેસાઈ અને દલિતોના મત પણ નિર્ણાયક
– બીજી પણ અન્ય નાની જ્ઞાતિઓ મીઠા સીટ પર નિર્ણાયક
– મીઠા જિલ્લા પંચાયત રહ્યો છે ગેનીબેનનો ગઢ
બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી જીતવા માટે બંન્ને પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. ત્યારે ન્યુઝ રૂમ ગુજરાતી વાવ વિધાનસભામાં આવતી તમામ જીલ્લા પંચાયતનો સર્વે કરવામાં આવ્યો છે. જેમા ખુબ ચોકવનારા તારણો સામે આવ્યા છે. જેમા ભાભરની મીઠા જિલ્લા પંચાયત પર કોણ બાજી મારશે. આ જીલ્લા પંચાયત પર ત્રણેય ઉમેદવારની નજર રહેલી છે. નજર નાખીયે તો મીઠા જિલ્લા પંચાયતના આંકડા પર.
મીઠામાં ઠાકોર સમાજના 60થી 65 ટકા મત સ્વરૂપજીને મળશે
ભાભરની મીઠા જિલ્લા પંચાયત પર સૌથી મોટું પ્રભુત્વ ઠાકોર સમાજના મત છે. આ પંચાયતમાં 26 હજારથી વધુ ઠાકોર સમાજના વોટ રહેલા છે. જેમા પટેલ, દેસાઈ અને દલિતોના મત પણ નિર્ણાયક સાબિત થશે. આ ઉપરાત બીજી પણ અન્ય નાની જ્ઞાતિઓ નિર્ણાયક રહેવાની છે. આ જીલ્લા પંચાયત ગેનીબેન ઠાકોરનો ગઢ મનવામાં આવે છે.
26 હજારથી વધુ ઠાકોર સમાજના વોટ
આ જીલ્લા પંચાયતના મત મેળવવા માટે અલ્પેશ ઠાકોરે પ્રચંડ પ્રચાર કર્યો હતો. તેના પ્રવાસથી ઠાકોર સમાજના વોટમાં મોટી અસમંજસ જોવા મળી હતી. આ પંચાયતમાં ઠાકોર સમાજના 60થી 65 ટકા મત સ્વરૂપજીને મળશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. જ્યારે 30થી 35 ટકા મત ગુલાબસિંહને પણ મળી શકે છે. અન્ય સમાજના મત લેવાના કોંગ્રેસને સફળાટ છતાં મીઠા સીટ પર ભાજપને લીડ મળશે તેવી આશા છે.