- વાવ પેટાચૂંટણીને લઇ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ
- ગેનીબેનના કૌટુંબિક કાકા ભૂરાભાઈ ઠાકોર પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું
- ભાજપને સમર્થન સાથે પોતાનું ઉમેદવારી ખેંચ્યું
વાવ વિધાનસભા બેઠક પર આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે વાવ બેઠક પર ગેનીબેનના કૌટુંબિક કાકા ભૂરાભાઈ ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત લઈ લીધું હતું. તેમણે ભાજપને સમર્થન સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ખેંચીયું હતું. આ પહેલા અપક્ષ ઉમેદવાર જામા ચૌધરીએ પમ ફોર્મ પરત ખેંચીયું હતું. પરંતુ અપક્ષ ઉમેદવાર માવજી પટેલે ફોર્મ પરત ખેંચીયું નથી. જેના કારણે ભાજપની ચિંતામાં વધારો થયો છે.
ભાજપને સમર્થન સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ખેંચશે પરત
તમને જણાવી દઈકે, કોંગ્રેસે થરાદના પૃર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું વાવના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે વાવ બેઠક પર ઠાકોર અને રાજપુત વચ્ચે સુધી લડાઈ થશે.
બે મહિનાથી ઉમેદવાર ફિક્સ હતો
વાવ બેઠકની પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસમાં અસ્તવની લડાઈ બની ગઈ છે. બંન્ને પક્ષો એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતનું નામ જાહેર કર્યું છે. ગુલાબસિંહનું નામ જાહેર થતા જ બનાસકાંઠાના મોટા નેત ઠાકરશી રબારી નારાજ થયા છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બે મહિનાથી ઉમેદવાર ફિક્સ હતો છતાં પણ કોંગ્રેસ અન્ય લોકોને રમાડી રહી હતી.