ગુજરાતમાં પેટાચુંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે.એક તરફ ભાજપે સેન્સ પ્રક્રિયા પૃર્ણ કરી દીધી છે. જ્યારે વાવ બેઠક પર કોંગ્રેસની કારોબારીએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. વાવની લોક નિકેતન ખાતે સેન્સ પ્રક્રિયા થઈ હતી.જેમાં કોંગ્રેસ તરફથી AICC સેક્રેટરી શુભાસીની યાદવ, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસના મુખ્ય ઉમેદવારની વાત કરવામાં આવે તો થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂત, ઠાકરસિંહ રબારી, કે.પી.ગઢવી મુખ્ય દાવેદારો છે. આ બધાની વચ્ચે ગુલાબસિંહ રાજપુતનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
ગુલાબસિંહ રાજપુતનું નિવેદન
થરાદ બેઠકના પૃર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે કહ્યું કે, અન્ય કોઈ મજબુત ઉમેદવારને કોંગ્રેસની ટીકિટ આપશે તો હું તેના માટે પ્રચાર કરશી. માત્ર ચૂંટણી લડીને ધારાસભ્ય બની જવું એ મારૂ ગોલ નથી. આપણે 2027માં કોગ્રેસની સરકાર બને તે માટે કામ કરવાનું છે. જે રીતે આપણે લોકસભાની ચૂંટણીમાં બધા એક થઈને કામ કર્યું હતું. તે રીતે આપણે આ ચૂંટણીમાં કામ કરવાનું છે. ઘણા એવા લોકો હોય છે જે ગઠવણ કરતા હોય છે. પરંતુ મે ક્યારેય પણ એવું કર્યું નથી. મે હંમેશા પાર્ટી સાથે રહીને કામ કર્યું છે.