ગુજરાત હાઇકોર્ટ (HC) દ્વારા જમીન સંબંધિત કેસોમાં પોલીસની દખલગીરી પર નિરાશા વ્યક્ત કરી છે.
પોલીસની અનધિકૃત દખલ:
હાઇકોર્ટે જણાવ્યું કે પોલીસની જમીનોના મામલે હસ્તક્ષેપો અમર્યાદિત છે,અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચારની ફરિયાદો મળી રહી છે.
જવાબદાર પોલીસ અધિકારી પર કાર્યવાહીનો આદેશ:
પોલીસ જમીનના કેસમાં દખલ કરે તો હાઇકોર્ટે જવાબદાર અધિકારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાનો આદેશ કર્યો
સાઇડ પોસ્ટિંગની યોજના:
સરકારએ હાઇકોર્ટને જણાવ્યુ છે કે આ પ્રકારના પોલીસ અધિકારીઓને તત્કાલ સાઇડ પોસ્ટિંગ અપાશે.
સરકારી વકીલને ટકોર:
હાઇકોર્ટ એ જણાવ્યું છે કે સરકારી વકીલોએ આ પ્રકારના કેસોમાં વધુ સાવચેત રહેવું જોઈએ અને વધુ જવાબદારીથી કામ કરવું જોઈએ.
પોલીસની દખલ અંગે વધતી ફરિયાદ:
પોલિસના દખલના વધતી ફરિયાદો પર, હાઇકોર્ટએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને પોતાના આદેશોની કડક અમલવારી કરાવવા સૂચના આપી છે.