ગુજરાતમાં બુટલેગરનો આંતક,દારૂ ભરેલી ગાડી રોકવા જતા SMC PSIનું મોત

ગુજરાતમાં બુટલેગરને કાયદાનો ડર ન હોય તેવી ઘટના અનેક વાર સામે આવી છે. પરંતુ આ ઘટના સુરેન્દ્રનગર જીલ્લામાં બની છે. જ્યા SMC પોલીસની કાર સાથે ગોજારો અકસ્માત થયો હતો. વાસ્તવમાં SMC પોલીસ દારૂ ભરેલી એક કારને પકડવા પીછો કરી રહી હતી. આ દરમિયાન એક ટ્રેલર વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં PSI જે.એમ. પઠાણને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટના પછી અનેક સવાલ ઉભા થયા છે. .

SMCના PSIનું અકસ્માતમાં મોત

સુરેન્દ્નનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ ખુદ પોલીસ પણ આનો ભોગ બની રહી છે. સુરેન્દ્રનગરના કઠાડા નજીક SMCના PSIનું અકસ્માતમાં મોત થયુ છે. ઘટનાની વિગતો એવી છે કે, એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણને બાતમી મળી હતી કે, એક કાર દારૂ ભરીને દસાડા-પાટડી રૉડ પરથી પસાર થવાની છે. SMCની ટીમે આના પર કાર્યવાહી કરતાં રૉડ બ્લૉક કરીને કારને પકડવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરી

જોકે તે સમયે પાટડી તરફ બન્ને વાહનો ત્યાંથી પસાર થઈ ગયા હતા. SMC ટીમે બન્ને વાહનોનો પીછો કર્યો હતો. તે સમયે SMCની કારની ટ્રેલર સાથે ટક્કર થઈ હતી. દારૂ કારને રોકવા જતા ટ્રેલર વચ્ચે આવી ગયું અને SMCની કારની ટ્રેલર સાથે ભયંકર ટક્કર થઈ હતી. આથી દારૂ ભરેલી કાર ત્યાંથી ફરાર થવામાં સફળ થઈ હતી. જાણકારી મુજબ અકસ્માતની ઘટનામાં ટ્રેલરના ટક્કરથી PSIને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અને ઈજાના કારણે મોત નિપજ્યું હતું. સાથે અન્ય બે પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી હતી. આ મામલે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ શરૂ કરી છે.

Scroll to Top