પર્થમાં ઐતિહાસિક ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાથી ભારત માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ભારત ફરી રહ્યા છે. ગંભીર ભારતમાં પાછળ આવવાનું કારણ સામે આવ્યું નથી. પરંતુ અંગત કારણોસર પરત ફરી રહ્યો છે. ત્યારે ફેન્ચના મનમાં એક જ સવાલ છે કે જો ગંભીર ભારત આવી રહ્યો છે તો બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમનો કોચ કોણ હશે?
અંગત કારણોસર ભારત પાછો આવશે
ભારતની અગામી મેંચ 6 થી 10 ડિસેમ્બર વચ્ચે એડિલેડમાં રમાશે. મળતી માહિતી અનુસાર ગૌતમ ગંભીર પિંક બોલ ટેસ્ટની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયા પાછો આવી જશે. BCCI સુત્રો પાસેથી મળતા અહેવાલ પ્રમાણે ભારતીય ટીમના હેડ કોચ ભારતમાં પાછા આવવાની માહિતી સામે આવી નથી. પરંતુ તે બીજી ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાઈ જશે. તેમણે પરત ફરવાનું કારણ અંગત ગણાવ્યું છે.
કેનબેરામાં 2 દિવસ પિંક બોલથી પ્રેકિટસ કરશે
પ્રથમ ટેસ્ટ મેચ જીત્યા બાદ ભારતીય ટીમ કેનબેરા જશે. સમગ્ર ટીમ કેનબેરામાં 2 દિવસ પિંક બોલથી પ્રેકિટસ મેચ રમવાની છે. ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં ભારતીય ટીમના સહાયક સ્ટાફમાં કોચ અભિષેક નાયર, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ, ફિલ્ડિંગ કોચ ટી. દિલીપ તાલીમ સત્ર પર નજર રાખશે.
ટેસ્ટ ટીમનો કપ્તાન રોહિત શર્મા ટીમ સાથે જોડાઈ ગયો છે. તે બીજી ટેસ્ટમાં કપ્તાની કરતો જોવા મળી શકે છે. તેમણે પિંક બોલથી પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.
પ્રથમ ટેસ્ટમાં ભારતની ભવ્ય જીત
ટીમ ઈન્ડિયાએ 5 મેંચની ટેસ્ટ સીરીઝમાં પ્રથમ મેંચમાં ઓસ્ટ્રેલિયાને 295 રનથી માત આપી હતી. આ મેંચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારતીય ટીમે હરીફ ટીમને 534 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 238 રન કરી હતી. ભારતીય ટીમ આ મેંચમાં ટોંચ જીતીને બેંટીગ પંસદ કરી હતી. પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયાએ 150 રન બનાવ્યા હતા.તેના જવાબમાં હોમ ટીમ 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ 46 રનની લીડ લીધી હતી. જ્યારે ભારતે બીજા દાવમાં 487 રન પર ડિકલેર કરી ઓસ્ટ્રેલિયાની ટીમને 533 રનનો જંગી ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની આ સૌથી મોટી જીત હતી.