– 11મી નવેમ્બરેથી મગફળીની ખરીદી ચાલુ
– 10 નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરી શકશે
– રૂ.1,356.60 પ્રતિ મણના ભાવે મગફળી ખરીદી કરવામાં આવશે
ગુજરાતમા સારા વરસાદના કારણે ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદને ધ્યાને રાખીને રાજ્યસરકારે મગફળી પકવતા ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ અંગે કૃષિ મંત્રીએ જણાવ્યું કે, સાબરકાંઠાના હિંમતનગરથી મુખ્યમંત્રી 11મી નવેમ્બરના રોજ રાજ્યભરમાં 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે.
1,356.60 પ્રતિ મણના ભાવે મગફળી ખરીદી કરવામાં આવશે
રાજ્યમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 3,33,00થી વધુ ખેડુતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. રજીસ્ટેશન કરાવેલા તમામ ખેડુતો પાસેથી રૂ.1,356.60 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદી કરવામાં આવશે. સરકારે ખેડુતોને અપીલ કરી કે 10 નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે. રાઘવજી પટેલે વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડુત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ 4000 કિ.ગ્રા મગફળીની ખરીદી કરવામાં આવશે.
10 નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે
ખેડુતો પાસેથી કુલ રૂ.7645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી. રૂ.450 કરોડના મૂલ્યના 92000 મેટ્રિક ટન સોયાબીન. રૂ.370 કરોડના મૂલ્યની 50,970 મેટ્રિક ટન અડદ અને રૂ. ૭૦ કરોડના મૂલ્યની ૮,૦૦૦ મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
11મી નવેમ્બરેથી મગફળીની ખરીદી ચાલુ
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગફળીનો ટેકાનો ભાવ માટે રૂ. ૬,૭૮૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૩૫૬ પ્રતિ મણ), મગનો ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૭૩૬ પ્રતિ મણ), અડદનો ટેકાનો ભાવ રૂ. ૭,૪૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબિનનો ટેકાનો ભાવ રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૯૭૮ પ્રતિ મણ) જાહેર કરવામાં આવ્યો છે.