કોંગ્રેસમાં ફિક્સિંગ ચાલી છે… આ નેતાએ જાહેરમાં ભડાશ કાઢી

આજે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે વાવ બેઠક પર કોંગ્રેસે થરાદના પૃર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું વાવના ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે કોંગ્રેસના મોટા નેતા ઠાકરશી રબારીએ નારાજગી વ્યકત કરી છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ પર ગંભીર આરોપ પણ લગાડ્યા હતા.

બે મહિનાથી ઉમેદવાર ફિક્સ હતો

વાવ બેઠકની પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસમાં અસ્તવની લડાઈ બની ગઈ છે. બંન્ને પક્ષો એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતનું નામ જાહેર કર્યું છે. ગુલાબસિંહનું નામ જાહેર થતા જ બનાસકાંઠાના મોટા નેત ઠાકરશી રબારી નારાજ થયા છે. તેમણે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બે મહિનાથી ઉમેદવાર ફિક્સ હતો છતાં પણ કોંગ્રેસ અન્ય લોકોને રમાડી રહી હતી.

રમત રમવાની જરૂર નથી એટલે હું ફોર્મ ભરવાનો નથી
તેને વધુ ગંભીર આરોપ લગાડતા કહ્યું કે, કોંગ્રેસમાં ફિક્સિંગ ચાલી રહ્યું છે અને કોંગ્રેસના નેતાઓ લાગણીઓ સાથે રમી રહ્યા છે.કોંગ્રેસ જિલ્લા પ્રમુખે ડમી ફોર્મ ભરવાનું કહ્યું હતું પરંતુ હવે ફોર્મ ભરવાનો કોઈ મતલબ નથી કારણ કે ઉમેદવાર ફિક્સ છે.જ્યાં ઉમેદવાર ફિક્સ હોય ત્યાં રમત રમવાની જરૂર નથી એટલે હું ફોર્મ ભરવાનો નથી

ભાજપ કાઈપણ સમયે ઉમેદવાર જાહેર કરી શેકે છે

આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ તરફથી કોણ ઉમેદવાર છે તે નક્કી થયું નથી. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, ભાજપ તરફથી સંભવિત ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને બીજી નેતા પીલાજી ઠાકોર આ બંન્ને નેતામાંથી કોઈ પણ એક નેતાનું નામ જાહેર થઈ શકે છે.

 

Scroll to Top