– ગેનીબેન ઠાકોરનું MLA ક્વાટર્સ પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલને ફાળવાયુ
– ગેનીબેન સંસદ બન્યા બાદ વિધાનસભા અધ્યક્ષને મળીને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું
– વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યું
ગુજરાત કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને નોંટીસ ફટકારવામાં આવી છે. વાસ્તવમાં ઘટના અવી છે, કે ગેનીબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠક પર 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. ત્યારે તેમને mla ક્વાર્ટર આપવામાં આવ્યું હતું. પરંતું 2024ની લોકોસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં જીત્યા અને બનાસકાંઠાના સાંસદ બન્યા હતા. ત્યારબાદ MLA ક્વાર્ટર ખાલી ન કરતા નોટિસ ફટકારવામાં આવી છે.
ગેનીબેન ઠાકોર ક્વાર્ટર ખાલી ન કરતા નોટીસ આપી
આ સાથે જ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યા બાદ ક્વાર્ટર ખાલી ન કરતા તેમને પણ નોટિસ ફટકારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિધાનસભા દ્વારા બંને પૂર્વ ધારાસભ્યોને ક્વાર્ટર્સ છોડવા માટે કહેવાયું છે. હાલમાં પણ આ બંને પૂર્વ ધારાસભ્યોએ ક્વાટર્સ પર કબજો હજૂ પણ યથાવત રાખ્યો છે. ગેનીબેન ઠાકોરનું MLA ક્વાટર્સ પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલને ફાળવાયુ છે પણ ગેનીબેન ઠાકોરે ક્વાટર્સ હજુ પણ ખાલી ના કરતા નોટિસ ફટકારવામાં આવી છે.
લોકસભામાં ગેનીબેનની ભવ્ય જીત થઈ હતી
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠક પરથી ભવ્ય જીત મેળવી હતી, તેઓ વાવ બેઠક પરથી ધારાસભ્ય હતા, લોકસભા ચૂંટણીમાં જીત મેળવીને હવે સંસદ બન્યા બાદ વાવ બેઠક ખાલી હતી, જેને લઈને આગામી 13 નવેમ્બર પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે. ગેનીબેન સંસદ બન્યા બાદ વિધાનસભા અધ્યક્ષને મળીને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું અને તેઓ દિલ્હીમાં સાંસદ તરીકે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જો કે અત્યાર સુધી MLA ક્વાટર્સ ખાલી કર્યું નથી.