સાઉથ સ્ટાર અલ્લૂ અર્જૂન સ્ટારર ‘પુષ્પા 2: ધ રૂલ’ આ વર્ષની મૉસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. પુષ્પરાજના રૉલમાં અલ્લૂ અર્જૂનની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ સાથે જ આ ફિલ્મ તેના પ્રી-રિલિઝ બિઝનેસને લઈને પણ ચર્ચામાં આવી છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ 1000 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
થિએટ્રિકલ રાઇટ્સને રૂ. 640 કરોડમાં વેચવામાં આવ્યા
Sacnilkના અહેવાલો મુજબ પુષ્પા 2 ના થિએટ્રિકલ રાઇટ્સને રૂ. 640 કરોડમાં વેચવામાં આવ્યા છે.
નેટફ્લિક્સે પુષ્પા 2 ના ડિજિટલ રાઇટ્સ ખરીદ્યા
આ મૉસ્ટ અવેટેડ ફિલ્મે તેના સ્ટ્રીમિંગ અધિકારોમાં પણ બમ્પર કમાણી કરી છે. નેટફ્લિક્સે પુષ્પા 2 ના ડિજિટલ રાઇટ્સ 275 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.
વિવિધ રાજ્યમાં પ્રી-રિલીઝ બિઝનેસમાં કમાણી
પુષ્પા 2 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેની રિલીઝ પહેલા, ફિલ્મે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પ્રી-બિઝનેસમાં રૂ. 220 કરોડની કમાણી કરી લીધી છે. વળી, તેણે ઉત્તર ભારતમાં 200 કરોડ, તમિલનાડુમાં 50 કરોડ, કર્ણાટકમાં 30 કરોડ, કેરળમાં 20 કરોડ અને આંતરરાષ્ટ્રીય બજારમાં 140 કરોડની કમાણી કરી છે.
સેટેલાઇટ રાઇટ્સમાંથી 85 કરોડ રૂપિયાની કમાણી
અલ્લૂ અર્જૂનની આ ફિલ્મના મ્યૂઝિક રાઇટ્સ 65 કરોડ રૂપિયામાં વેચાયા છે. નિર્માતાઓએ સેટેલાઇટ રાઇટ્સમાંથી 85 કરોડ રૂપિયાની કમાણી પણ કરી છે. આ ફિલ્મે તેના નોન થિયેટ્રિકલ રાઇટ્સમાંથી 425 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
મુખ્ય અભિનેતા
પુષ્પા 2 નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ Mythri Movie Makers દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અલ્લૂ અર્જૂન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ લીડ રૉલમાં છે. ફિલ્મનું સંગીત ટી-સીરીઝ દ્વારા આપવામાં આવ્યું છે. અહેવાલો છે કે આ વખતે અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ એક આઈટમ સોંગ કરતી જોવા મળશે.