કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની હત્યાથી ખળભળાટ, ટ્રુડો સમગ્ર ઘટનાથી અજાણ

ભારતીય નાગરીકની કેનેડામાં હત્યા પર ભારતે શોક વ્યકત કર્યો હતો. હરિયાણાના 20 વર્ષીય વિદ્યાર્થી હર્ષદીપ સિંહની એડમન્ટન શહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ વિદ્યાર્થી એપાર્ટમેન્ટના કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. મળતી માહિતી મુજબ હત્યા કરનાર બે આરોપીની ધકપકડ કરવામાં આવી છે.

20 વર્ષીય વિદ્યાર્થી હર્ષદીપ સિંહની હત્યા

કેનેડાની પોલીસને એક એપાર્ટમેન્ટમાં ગોળીબારની માહિતી મળી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને હર્ષનદીપ સિંહ નામના યુવાનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસે બે શકમંદોની ધરપકડ કરી છે. આ બંન્ને શકમંદોની ઉંમર 30 વર્ષની આસપાસ હોવાનું સામે આવ્યું છે.

ભારત સરકારે મદદ પૂરી પાડવાનું વચન આપ્યું

ભારતના વાનકુવર સ્થિત કોન્સ્યુલેટે રવિવારે એક પોસ્ટમાં આ હત્યાકાંડ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. કોન્સ્યુલેટે કહ્યું અમે હર્ષનદીપ સિંહના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કરીએ છીએ. ભારત સરકારે કેનેડાની સરકાર સાથે સાથે મળીને આ કેસની સંપૂર્ણ માહિતી લીધી અને પરિવારને તમામ શક્ય મદદ પૂરી પાડવાનું વચન આપ્યું છે.ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી ઈવાન રેઈનનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આ હકીકતે કેનેડિયન ન્યાય પ્રણાલી પર પ્રશ્નો ઉભા કર્યા છે. આવા ઘટનાથી કેનેડામાં રહેલા ભારતીય લોકોમાં ચિંતા થવા લાગી છે.

 

Scroll to Top