ઓસ્ટ્રેલિયાની પરીક્ષામાં કેએલ રાહુલ ફેલ, ધમકી આપનાર બોલરે આઉટ કર્યો

ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ફ્લોપ થયા પછી ટીમમાં સ્થાન મળ્યું ન હતું. મળતી માહિતી અનુસાર ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ મેંચમાં રોહિત શર્મા હાજર નથી. આ સ્થિતિમાં રાહુલને ઓપનિંગ માટે રાહુલને ઓસ્ટ્રેલિયા રમવા મોકલવામાં આવ્યો હતો. આ મેંચ ભારત A અને ઓસ્ટ્રલિયા A વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેંચમાં કેએલ રાહુલ આ મેંચમાં માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો.

રાહુલ 4 રન બનાવીને આઉટ થયો હતો

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડે કેએલ રાહુલને ધમકિ આપી હતી. થોડા દિવસ પહેલા બોલેન્ડે કહ્યું હતું કે, રાહુલ સામે રમવાની મજા જ અલગ છે. તમણે જણાવી દઈએ કે ગયા ભારત પ્રવાસ પર ઓસ્ટ્રેલિયન ટીમ સાથે આવેલા બોલેન્ડે એક ટેસ્ટ મેચમાં રાહુલને બોલિંગ કરી હતી. 7મી નવેમ્બરે શરૂ થયેલી મેચમાં બોલેન્ડે રાહુલને આઉટ થયો હતો.

યશસ્વી જયસ્વાલ સાથે કોણ કરશે ઓપનિંગ

કેએલ રાહુલ ઉપરાંત અભિમન્યુ ઇશ્વરન પણ ભારતીય ટીમમાં ઓપનિંગ કરી શકે છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી માટે ઓપનર તરીકે તેને ભારતીય ટીમની ટીમમાં પણ જગ્યા આપવામાં આવી છે. રાહુલ સાથે ઓપનિંગ કરવા આવેલા ઇશ્વરન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઇ ગયો હતો. તેણે માત્ર 3 બોલનો સામનો કર્યો હતો. પ્રથમ મેચમાં ઓપનિંગ કરતી વખતે તેણે 7 રન અને 12 રનની ઇનિંગ રમી હતી. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની શરૂઆત 22 નવેમ્બરે પર્થમાં પ્રથમ ટેસ્ટ રમાશે. હવેએ જોવાનું રહ્યું કે, યશસ્વી જયસ્વાલ સાથે કોણ ઓપનિંગ કરશે તો હવે જોવાનું રહ્યું.

રાહુલ અને ઇશ્વરન દાવેદાર

જો રોહિત હાજર ન હોય તો રાહુલ અને ઇશ્વરન મોટા દાવેદાર છે. પરંતુ બંને ઓપનરોએ અત્યાર સુધી નિરાશ કર્યા છે. આ બે સિવાય છેલ્લી મેચમાં સદી ફટકારનાર કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અને સાઈ સુદર્શન પણ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. દેવદત્ત પડિકલે 26 રનની ઇનિંગ રમીને ઇનિંગ્સ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

 

Scroll to Top