ઈઝરાયેલનો ફરી ઈરાનમાં હુમલો, 4 સૌનિકોનું મોત

ઈઝરાયેલે શનિવારે રાત્રે લગભગ 100 ફાઈટર જેટ વડે ઈરાન પર હુમલો કર્યો હતો.આ હુમલામાં ઈરાનના દસ સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈઝરાયેલે આ હુમલાને સફળ ગણાવ્યો છે અને 1 ઓક્ટોબરના ઈરાનના હુમલાનો જવાબ આપ્યો છે. હવે વિશ્વભરના પરમાણુ કાર્યક્રમો પર નજર રાખતી સંયુક્ત રાષ્ટ્ર એજન્સી (IAEA) તરફથી આ અંગે એક નિવેદન સામે આવ્યું છે.

ઇઝરાયેલના હુમલામાં ઈરાનની ઇમારતોને નુકસાન થયું

બે અમેરિકન સંશોધકો દ્વારા અલગ-અલગ મૂલ્યાંકન અનુસાર, સેટેલાઇટ દર્શાવે છે કે, શનિવારે ઇઝરાયેલના હુમલામાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે. જેનો ઉપયોગ ઈરાન દ્વારા બેલેસ્ટિક મિસાઈલ માટે ઈંધણ મિક્સ કરવા માટે કરવામાં આવતો હતો. વોશિંગ્ટન થિંક ટેન્ક સીએનએ ડેકર એવેલેથ અને યુએન અધિકારી ડેવિડ આલ્બ્રાઈટ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. બંને નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલે તેહરાન નજીક એક વિશાળ લશ્કરી સંકુલ પરચીન પર હુમલો કર્યો હતો. એવેલેથના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલે તેહરાન નજીક એક વિશાળ મિસાઈલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખોઝિર પર પણ હુમલો કર્યો છે.

ઈરાને પણ સંમતિ આપી હતી

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ચાર સૌનિકો માર્યા ગયા હતા અને રડાર સિસ્ટમને નુકસાન થયું હતું. તેણે એમ પણ કહ્યું કે, અમે આ હુમલાનો મજબૂત બચાવ કર્યો. ઈરાનના હવાઈ સંરક્ષણ કાર્યાલયે પણ ઈલામ, ખુઝેસ્તાન અને તેહરાન પ્રાંતમાં લશ્કરી લક્ષ્યો પર હુમલાની પુષ્ટિ કરી છે.

Scroll to Top