- ગૃહ મંત્રીએ તપાસ માટે એક ટીમની રચના કરી
- ફ્તાન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના સામે આવી
- ઈઝરાયલે ઈરાનની સૈન્ય મથકો પર હુમલો કર્યો
ઈઝરાયલે ઈરાન પર કરેલા હવાઈ હુમલા વચ્ચે વધુ એક હુમલાથી ઈરાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ હુમલો ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના તફ્તાન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે. અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઈરાનની ફારાજા ફોર્સના 10 સૈનિકો માર્યા ગયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, ‘અજાણ્યા તત્વો’ દ્વારા ફોર્સ પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, સરકારી એજન્સીએ હુમલા અંગે વધુ માહિતી આપી નથી.
2 લોકોના મૃત્યુ થયાની પુષ્ટી કરવામાં આવી
અત્યાર સુધીમાં અધિકારીઓએ હુમલાને લઈને કોઈપણ શંકાસ્પદ શખસની ધરપકડ કરી નથી. અને આ હુમલાની હજુ સુધી કોઈપણ સંગઠને જવાબદારી સ્વીકારી નથી. શનિવાર રાત્રે ઈઝરાયલે ઈરાનની સૈન્ય મથકો પર હુમલો કર્યો હતો. જેમાં અત્યાર સુધીમાં 2 લોકોના મૃત્યુ થયાની પુષ્ટી કરવામાં આવી છે.
ઈરાનના સૌથી સંવેદનશીલ વિસ્તાર
સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંત ઈરાનના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંનો એક છે. જ્યાં લાંબા સમયથી વંશીય અને રાજકીય હિંસા થઈ રહી છે. આ પ્રદેશમાં બલૂચ અલગતાવાદીઓ અને ધાર્મિક ઉગ્રવાદીઓના સંઘર્ષના અવારનવાર અહેવાલો સામે આવતા હોય છે. જે ઈરાની સરકાર માટે સમસ્યાઓ ઊભી કરે છે.
ગૃહ મંત્રીએ તપાસ માટે એક ટીમની રચના કરી
એક અહેવાલ અનુસાર, સશસ્ત્ર આતંકવાદીઓની પોલીસ પેટ્રોલિંગ ટીમ સાથે અથડામણ થઇ હતી. આ ઘટના બાદ ઈરાનના ગૃહ મંત્રીએ આ મામલાની તપાસ માટે એક ટીમની રચના કરી દીધી છે. જેથી તેના વિવિધ પાસાઓની ઉંડાણપૂર્વક તપાસ કરી શકાય.