આ સુપર સ્ટારનું થયું બ્રેકઅપ, કહ્યું હવે સિંગલ છું

-અર્જન કપૂરે આપ્યો ભાવનાત્મક સંદેશો
– મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપની પુષ્ટિ કરી
– 2017 થી મલાઈકા અરોરા સાથે રિલેશનશિપમાં

 

અર્જન કપૂર સિંઘમ અગેનને લઈને ખુબ જ ચર્ચામાં છે. સિંઘમ અગેનની આખી ટીમ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. સિંઘમ અગેનની સ્ટાર કાસ્ટે દીપોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો. ત્યારે અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેના બ્રેકઅપની પુષ્ટિ કરી હતી. આ ઉપરાંત ત્યા અજય દેવગન, ટાઈગર શ્રોફ, ડિરેક્ટર રોહિત શેટ્ટી પણ ત્યાં હાજર હતા. અર્જુન કપૂરે સ્પીચમાં કહ્યું કે,અત્યારે હું સિંગલ છું, રિલેક્સ છું. આ સાથે તેમણે હેપ્પી દિવાળીની શુભ કામના આપી હતી.

અર્જન કપૂરે આપ્યો ભાવનાત્મક સંદેશો
અર્જુન કપૂરે આગળ કહ્યું કે,અમે તમારા માટે ખૂબ પ્રેમથી ફિલ્મ બનાવી છે. મને આશા છે કે, તમે બધા અમારી ફિલ્મ સાથે દિવાળીની ઉજવણી કરશો.અહીં આવવા બદલ આપ સૌનો આભાર. હું મરાઠી વિચારીને આવ્યો હતો પણ અત્યારે મારા મોંમાંથી એ નીકળતું નથી, આગલી વખતે હું સંપૂર્ણ મરાઠીમાં બોલીશ. ત્યાં સુધી જય મહારાષ્ટ્ર.

અર્જુન ઘણા વર્ષોથી મલાઈકા અરોરા સાથે રિલેશનશિપમાં હતો.
તમને જણાવી દઈએ કે, અર્જુન કપૂર 2017 થી મલાઈકા અરોરા સાથે હતો. બંને લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા. જો કે, થોડા મહિના પહેલા તેમના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ મલાઈકા કે, અર્જુને આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. હવે અર્જુનના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, તેણે મલાઈકાથી અલગ થઈ ગયો છે અને હવે તે સિંગલ છે.

 

 

Scroll to Top