આ દેશમાં હિજાબ ન પહેરો તો થશે મૃત્યુદંડ, કાયદા જાણી શોંકી જશો

ઈરાન સરકાર હિજાબને લઈને ખુબ જ કડક વલણ અપનાવી રહ્યા છે. ઈરાનના નવા હિજાબ કાયદાના પત્રકારો અને કાર્યકરો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. આ કાયદા અંતર્ગત ઉલ્લંઘન કરનારાઓને મૃત્યુદંડ અથવા કડકમાં કડક સજા કરવામાં આવી શકે છે. નવો હિજાબ કાયદો સપ્ટેમ્બર 2023માં સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો તેને એક વર્ષ પછી ગાર્ડિયન કાઉન્સિલ દ્વારા તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

આ કાયદાની ઈરાનમાં ટીકા

હિજાબને ફરજિયાત બનાવવા માટે ભારે દંડ, લાંબી જેલની સજા, રોજગાર, શિક્ષણ પરના નિયંત્રણો સહિત કઠોર દંડનો સમાવેશ કરવામાં આવ્યો છે.માનવાધિકાર વકીલ શાદી સદરે નવા કાયદા અંગે વાત રાખી હતી.ન્યાયતંત્રને વિદેશી સંસ્થાઓ સાથે મળીને બુરખો અથવા અયોગ્ય પોશાક પહેરવાના આરોપમાં મૃત્યુ દંડ આપવાની સજા કરી શકે છે.

બુરખો ન પહેરનારી મહિલાના મૃત્યુદંડ

કોઈપણ વ્યક્તિ જે વિદેશી સરકારો, નેટવર્ક્સ, મીડિયા આઉટલેટ્સ, જૂથો અથવા સંગઠનો સાથે જોડાણમાં અથવા રાજ્ય પ્રત્યે પ્રતિકૂળ હોય તેવી વ્યક્તિઓ અથવા તેમની સાથે સંકળાયેલી વ્યક્તિઓ અથવા સંગઠિત રીતે અનૈતિકતાને પ્રોત્સાહન આપે, બુરખો, અથવા અયોગ્ય પોશાકના પ્રચાર અથવા જાહેરાતમાં રોકાયેલા, ચોથી ડિગ્રી કેદ અને ત્રીજા ડિગ્રી દંડની સજા કરવામાં આવશે.

Scroll to Top