આ ચૌધરી સમાજના આગેવાને અપક્ષ ઉમેદવારી નોંધાવી, ભાજપની મુશ્કેલીમાં થયો વધારો

વાવ પેટાચૂંટણી જીતવા માટે બંન્ને પક્ષો એડીચોટીનો જોર લગાવી રહ્યા છે. ભાજપ તરફથી ઉમેદવાર તરીકે સ્વરૂપજી છે. તો કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપુતને ઉમેદવાર બનાવ્યા છે. આ બંન્ને પક્ષો પોતપોતાના ઉમેદવારને જીતાડવા ખુબ મહેનત કરશે. આ ઉપરાંત અપક્ષો પણ બંન્ને પાર્ટીનો ખેલ બગાડી શકે છે.

જામાભાઈ ચૌધરી ફોર્મ ભરતા ભાજપની મુશ્કેલીમાં વધારો

અપક્ષ માંથી ગેનીબેનના કુંટબી કાકાએ અપક્ષ માંથી ફોર્મ ભરયું છે. ત્યારે આજે હવે ચૌધરી સમાજના આગેવાન જામાભાઈ ભુરાભાઈ પટેલ અપક્ષમાંથી ફોર્મ ભરતા ભાજપની મુશ્કેલીમાં વધારો થયો છે. વાવમાં ચૌધરી સમાજ ભાજપનો મોટો વોંટબેંક છે. તેના કારણે હવે ભાજપ ડેમેઝ કંટોર્લમાં આવી ગયું છે.

 

કોણ છે જામાભાઈ ચૌધરી

જામાભાઈ ચૌધરી સુઈગામના વતની છે. તેમની ચૌધરી સમાજમાં મોટી પકડ છે. તેઓ ભાજપ સુઈગામ તાલુકાના પૂર્વ મહામંત્રી રહ્યા છે. આ ઉપરાંત ધેચાણાના પૂર્વ ડિલીગેટ, રહ્યા હતા. તમણે લોકસભામાં ભાજપના ઉમેદવારને જીતાડવા સક્રિય ભુમિકા ભજવી હતી.ચૌધરી સમાજને ભાજપ ટિકિટ ન આપતા નોંધાવી અપક્ષ ઉમેદવારી

 

ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટીકિટ આપી

સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં અને 15,601 મતથી હારી ગયા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને 48,634 મત મળ્યા હતા.

Scroll to Top