ગીરસોમનાથમાં ઈકોઝોનને લઈને સમગ્ર પંથકમાં સ્થાનિક સાથે ખેડુતો ખુબ વિરોધ કરી રહ્યા છે. ગુજરાત સરકાર સામે ખેડુતો એક જ માંગ કરી રહ્યા છે કે, ઇકોઝોનને દુર કરવામાં આવે. ખેડુતો સાથે સાથે રાજકિ પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ વિરોધ કરવામાં સ્થાનિક અને ખેડુતો સાથે આવ્યા છે. ઇકોઝોન માટે લડત લડનાર આપનેતા પ્રવીણ રામે દિવાળીના તહેવાર નિમિતે ઇકોઝોન વિરુદ્ધ કર્યા ત્રણ પ્રોગ્રામો જાહેર.
દિવાળી તહેવાર પર પ્રવીણ રામના ત્રણ પ્રોગ્રામ
1) દિવાળીના તહેવારમાં ઘરની આગળ બનાવવામાં આવતી રંગોળીમાં આ વખતે ગીરના ગામડાઓમાં ઇકોઝોનનો વિરોધ દર્શાવતી રંગોળી દેખાશે તેમજ કાળીચૌદશના દિવસે ઇકોઝોન નામની કાળીચૌદશની કકળાટ દૂર થાય એ માટે પ્રોગ્રામો આપવામાં આવશે.
2)ગીરના ગામડાઓમાં આ વખતે ઇકોઝોનના સ્ટીકર લગાડેલા ફટાકડા ફોડવામાં આવશે અને આ ફટાકડા ફોડી ઇકોઝોનના લીરેલીરા ઉડાડવામાં આવશે
3)ઇકોઝોનની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 25000 જેટલી વ્યક્તીગત વાંધા અરજીઓ કેન્દ્ર સરકારને કરવામાં આવી છે પરંતુ આ વ્યક્તિગત વાંધા અરજીઓ 1 લાખ થી વધુ કરવા માટે બેસતા વર્ષથી જ વ્યક્તિગત વાંધા અરજીના અભિયાનને વધુ તેજ બનાવવામાં આવશે
પ્રવણી રામે કહ્યું કે, દિવાળીના તહેવારોમાં આ રીતે પ્રતીકાત્મક વિરોધ બતાવી ગીરના લોકો સરકારને ઇકોઝોન નાબૂદ કરવા માટેનો એક જ સંદેશ આપવાનો પ્રયત્ન કરશું. દરેક લોકે સરકારને સંદેશો આપવામાં આવશે.જો ઇકોઝોન નાબુદ કરવામાં નહી આવે તો અગામી સમયમાં વધુ વિરોધ કરવામાં આવશે.