આતંકવાદ સામે લડવામાં સૌથી આગળ ભારત….વિદેશ મંત્રી એસ જયશંકરે મુંબઈમાં કહ્યું

વિદેશ મંત્રી એસ જયશંકરે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની ઉપલબ્ધિઓ ગણાવી હતી. આ સાથે તેમણે વિકસિત ભારત વિશે વાત કરતા કહ્યું કે, વિકસિત ભારત અમારું લક્ષ્ય છે પરંતુ વિકસિત ભારત માટે વિકસિત મહારાષ્ટ્ર પણ જરૂરી છે. કારણ કે, મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે જે દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, મુંબઈ ભારત અને વિશ્વ માટે આતંકવાદ વિરોધીનું પ્રતીક છે. જ્યારે અમે UNSCના સભ્ય હતા ત્યારે અમે કાઉન્ટર ટેરરિઝમ કમિટીના અધ્યક્ષ હતા. ભારતમાં પહેલીવાર સુરક્ષા પરિષદની બેઠક મુંબઈની તાજ હોટલમાં યોજી હતી. હવે દુનિયા જોશે કે, આતંકવાદના આ પડકાર સામે કોણ ઉભું રહે છે.

આતંકવાદનો પણ પર્દાફાશ કરવાની જરૂર

એસ જયશંકરે વધુમાં કહ્યું કે, જ્યારે દરેક પૂછે છે કે, આતંકવાદ સામે કોણ ઊભું છે તો લોકો કહે છે ભારત. આજે આપણે આતંકવાદ સામે લડવામાં સૌથી આગળ છીએ. જ્યારે આપણે કહીએ છીએ કે, મુંબઈ જેવો હુમલો ફરી ન થવો જોઈએ આપણે આતંકવાદનો પણ પર્દાફાશ કરવાની જરૂર છે.

મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે, ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બને – સંજય રાઉત

સાંસદ સંજય રાઉતે મહાવિકાસ અઘાડીમાં સીટોની વહેંચણીના મુદ્દે કહ્યું કે, મહાવિકાસ અઘાડીએ MVA નામથી ઓળખાય છે. સીટ વહેંચણીની ખુંબ જ કાળજી પૃર્વક કરવામાં આવી છે.જે વિસ્તારમાં જે પાર્ટી મુજબુત હશે, ત્યા તે ચૂંટણી લડશે. MVAના મુખ્યમંત્રી પર સંજય રાઉતે કહ્યું કે, આ બાબત પર વધુ કહેવા માંગતો નથી. પરંતુ મહારાષ્ટ્રના લોકો ઈચ્છે છે કે, ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બને. જો કોંગ્રેસ પાસે કોઈ મુજબુત નેતા હોય તો તેમને નામ જાહેર કરવું જોઈએ. તો એ વાત ધ્યાને લેવામાં આવશે.

Scroll to Top