અરવલ્લીમાં ભ્રષ્ટાચારે માઝા મુક્યા, મહિલા સભ્યના પતિએ કરોડોનું કરૂ નાખ્યું

-સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે – TDO
– મોડાસા તાલુકામાં આવેલાં શામપુર પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર
– ત્રીજો બોર જ્યાં પેહેલે થી બોર હતો તેની બાજુમાં જ કરવામાં આવ્યો

ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે.ત્યારે ફરી એકવાર મોડાસા તાલુકામાં આવેલાં શામપુર પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. શામપુર ગામમાં પંચાયત, અને તાલુકા પંચાયતના સભ્યોના પતિએ સાંઠગાંઠ કરીને લાખો રૂપિયાની ગ્રાન્ટ ચાઉં કરી છે. 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ માંથી પતરાનો શેડ અને પેવર બ્લોકનુ કામ કરવાનું હતું. પરંતુ સરપંચ, ઉપસરપંચ, તાલુકા પંચાયતના પતિઓ એ માત્ર એક લાખનો નામ પૂરતો શેડ કરીને બિલ પાસ કરાવી દીધું.અને પેવર બ્લોક તો નાખ્યા જ નહીં. પતિ પોતે જ કોન્ટ્રાકટર બનીને ગામના કામોમાં ભ્રષટાચાર આચરતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

બોરમાં ભ્રષ્ટાચાર

આ ઉપરાંત ખોટો બોર કરીને વધુ એક ભ્રષ્ટાચાર કર્યો હતો.ગ્રામજનોનું કેહવુ છે કે, ગામમાં પાણીની કોઈ તંગી નથી તેમ છતાં બોર કર્યા હતો. એક બોર ઉપસરપંચે પોતાના ઘર આગળ અને બીજો બોર તાલુકા પંચાયતના સભ્યના ઘર આગળ કરવામાં આવ્યો છે. અને ત્રીજો બોર જ્યાં પેહેલે થી બોર હતો તેની બાજુમાં જ કરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે – TDO
મોડાસાના TDO નીતિન ચૌધરીએ જણાવ્યું કે, સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. એક ટીમન બનાવી તપાસ કરી એહવાલ તૈયાર કરવામાં આવશે. ગ્રાન્ટનો ખોટો ઉપયોગ ક્યા થયો છે તેની તપાસ કર્યા બાદ જે ગુનેગાર હશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

 

Scroll to Top