અમેરીકામાં ભારતીય લોકોનો દબદબો ખુબ જોવા મળે છે. અમેરીકાના દરેક રાજ્યમાં ભારતીય લોકો વસવાટ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે. અમેરીકા રાષ્ટ્રપતિની ચૂંટણી લડતા કમલા હેરિશ પણ મુળ ભારતીય છે. અમેરીકમાં યોજાયેલી લોકલ બોડી અને સ્ટોટ ઈલેક્શનમાં માટે 3 ડઝનથી વધારે ભારતીય અમેરિકી લોકો ચૂંટણીના મેદાનમાં છે. ભારતીય – અમેરિકી કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિનું માનવું છે, ‘જો તમે ટેબલ પર નથી, તો તમે મેન્યૂ પર છો.’ તે હંમેશા અલગ-અલગ ભારતીય-અમેરિકી આયોજનોમાં જ આ સંદેશષ આપતા સમુદાયના સભ્યોને તમામ સ્તર પર ચૂંટણીમાં ઉતરવા માટે પ્રેરિત અને પ્રોત્સાહિત કરતાં જોવા મળે છે.
કેલિફોર્નિયામાં ભારતીયોનો ગઢ
ભારતીય લોકોનું સૌથી વધુ દબદબો કેલિફોર્નિયામાં જોવા મળે છે. આ વિસ્તારમાં 2 ભારતીય અમેરિકાનું પ્રતિનિધિ કરી રહ્યા છે. જેમાં રો ખન્ના અને ડૉ. અમી બેરા કોંગ્રેસમાં કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસની માતા પણ આ સ્ટેટમાં જન્મી હતી. આ ચૂંટણીમાં ભાગ લેનાર પ્રમુખોની યાદીમાં આદલા ચિસ્તી (કાઉંટી સુપરવાઇઝર, ડિસ્ટ્રિક્ટ 11), અલિયા ચિસ્તી (સૈન ફ્રાંસિસ્કો સિટી કૉલેજ બોર્ડ), દર્શના પટેલ (સ્ટેટ એસેમ્બલી), નિકોલે ફર્નાંડીઝ (સૈન મેટેઓ સિટી કાઉન્સિલ), નિત્યા રામન (લૉસ એંજિલ્સ સિટી કાઉન્સિલ), ઋચા અવસ્થી (ફોસ્ટર સિટી કાઉન્સિલ) અને સુખદીપ કૌર (એમેરીવિલ સિટી કાઉન્સિલ) સામેલ છે.
મિશિગનમાં આ ભારીય ઉમેદવારનો દબદબો
કેલિફોર્નિયા સિવાઈ મિશિગનમાં પણ ભારતીય લોકોનો દબદબો જોવા મળે છે. આ સ્ટોટમાં તમામ બેઠકો માટે કડી ટક્કર જોવા મળે છે. અહીં હાર જીતનું અંતર ફક્ત 10 હજારનું રહેલું છે. મિશિગનમાં ડૉ. અજય રામન (ઑકલેન્ડ કાઉંટી કમિશનર, ડિસ્ટ્રિક્ટ 14) અને અનિલ કુમાર તથા રંજીવ પુરી (મિશિગન રાજ્ય હાઉસ) ચૂંટણી મેદાનમાં છે. એરિજોનામાં પ્રિયા સુંદરેશન સ્ટેટ એસેમ્બલી માટે તો રવી શાહ સ્કૂલ બોર્ડ માટે ચૂંટણી મેદાનમાં છે. પેન્સિલવેનિયામાં આનંદ પાટેકર, આનના થૉમસ અને અરવિંદ વેંકટ સ્ટેટ હાઉસ તો નિકિલ સાવલ સ્ટેટ સીનેટ માટે ઉમેદવાર છે.