– ઉત્તર કોરિયાની મદદ યુદ્ધને વધુ તીવ્ર બનાવશે
– ઉત્તર કોરિયાના સૌનિકો રશિયામાં હાજાર
– બેન્ને દેશો વચ્ચે મજબુત સંબધ
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં રશિયાની મદદ માટે પોતાના હજારો સૈનિકો મોકલ્યા છે. આ નિર્ણય પર અમેરિકા ખૂબ જ નારાજ દેખાઈ થયું છે. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના ડેપ્યુટી એમ્બેસેડર કિમ જોંગ ઉનને ચેતવણી આપી હતી કે, રશિયા સાથે યુક્રેનમાં લડવા જઈ રહેલા ઉત્તર કોરિયાના સૈનિકો મૃતદેહને બેગમાં પરત મોકલી દેશે.
ઉત્તર કોરિયાના સૌનિકો રશિયામાં હાજાર
યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને કહ્યું કે, યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને ઉત્તર કોરિયાની મદદ યુદ્ધને વધુ તીવ્ર બનાવશે અને અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધને વધુ વેગ આપશે. લગભગ 10,000 ઉત્તર કોરિયાના સૌનિકોને પૂર્વી રશિયામાં પહેલેથી જ તૈનાત છે, ઓસ્ટિને જણાવ્યું હતું કે, તે બધા રશિયનમાં છે અને રશિયન સાધનો કરે છે. આ સિવાય અમેરિકાએ માહિતી આપી હતી કે, યૂક્રેનની સેનાએ ઓગસ્ટમાં કુર્સ્કમાં મોટી ઘૂસણખોરી કરી હતી. જોકે, તેમણે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઉત્તર કોરિયાની એન્ટ્રી પર ચિંતા વ્યક્ત કરી હતી.
બેન્ને દેશો વચ્ચે મજબુત સંબધ
યુદ્ધ બાદ ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચેના સંબંધો સૌહાર્દપૂર્ણ બન્યા છે. આ સમયગાળા દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ અને કોરિયાના તાનાશાહ પણ એકબીજાના દેશની મુલાકાત લઈ ચૂક્યા છે. આ સિવાય નોર્થ કોરિયાએ રશિયાને ઘણા હથિયારો પણ આપ્યા છે, જેનો ઉપયોગ રશિયન સૈનિકોએ યુક્રેન વિરુદ્ધ યુદ્ધના મેદાનમાં મોટા પ્રમાણમાં કર્યો છે.