અમારી લવ સ્ટોરી રામાયણથી ઓછી નથી… આવું કેમ કહ્યું સુકેશ ચંદ્રશેખર?

જેકલીન ફર્નાન્ડિસનો પ્રેમી સુકેશ ચંદ્રશેખર ઘણીવાર જેલમાંથી અભિનેત્રીને પત્ર લખે છે. દિવાળીના અવસર પર સુકેશ ચંદ્રશેખરે એકવાર ફરી અભિનેત્રીને પત્ર લખ્યો હતો.જેકલીનને દિવાળીની શુભેચ્છા પાઠવતા સુકેશે રામાયણ જેવી તેની પ્રેમકથા વર્ણવી હતી. પત્રમાં સુકેશે જેકલીનને ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થવા અને અભિનેત્રીને મળવાનું વચન પણ આપ્યું છે.

 

રામાયણ સાથે પ્રેમ કથા સરખાવી

રીપોર્ટસ અનુસાર સુકેશ ચંદ્રશેખરે જેક્લીન ફર્નાન્ડિસને લખેલા પત્રમાં કહ્યું છે કે, ‘બેબી અમારી પ્રેમ કહાની મહાન રામાયણથી ઓછી નથી. કારણ કે, જે રીતે મારા ભગવાન રામ વનવાસમાંથી સીતા સાથે પરત ફર્યા હતા, તે જ રીતે હું પણ મારી સીતા, જેકલીનને ઈચ્છું છું. હું આ ટૂંકા વનવાસમાંથી પાછો આવી રહ્યો છું. તેથી તને ફરીથી પોછા આપણે મળશું.

ઘરે આવવાનો સમય આવી ગયો છે

સુકેશે પત્રમાં આગળ લખ્યું કે,ભગવાન રામના તમામ આશીર્વાદ મારી સાથે છે અને તમારા માટે મારો પ્રેમ, હવે અમારો સમય છે બેબી. મારા ઘરે પાછા ફરવાનો લગભગ સમય થઈ ગયો હોવાથી, હું એકસાથે રહેવા અને આવતા વર્ષે પ્રકાશના આ સુંદર તહેવારની ઉજવણી કરવા માટે રાહ જોઈ શકતો નથી. અહીં લંકામાં તારા વિના આ મારી છેલ્લી દિવાળી હશે.

જેકલીન ફર્નાન્ડીઝનું વર્ક ફ્રન્ટ

જેકલીન છેલ્લે મ્યુઝિક વિડિયો ‘સ્ટોર્મરાઈડરમાં જોવા મળી હતી. જેકલીન આ દિવસોમાં તે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ હાઉસફુલ 5ની તૈયારી કરી રહી છે. આ ફિલ્મ 2025માં રિલીઝ થશે.

Scroll to Top