– અમરેલીના અતિવૃષ્ટિમાં પાયમાલ ખેડૂતોની વ્હારે આવી કોંગ્રેસ
– હાથમાં પ્લે કાર્ડ સાથે દેવા માફીની કોંગ્રેસની માંગણી
– અમરેલી જિલ્લાને ન્યાય આપવામાં 5 ભાજપના ધારાસભ્યો નિષ્ફળ- કોંગ્રેસ
ગુજરાત સરકારે રાહત પેકેજની જાહેરાત કરી તેમે છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે 1419.62 કરોડ રૂપિયના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં વિવિધ જીલ્લામાં થયેલા પાક નુકસાનનો સર્વે કરી જાહેરત કરવામાં આવી હતી. તેમાં મુખ્યત્વે પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર સાથે 136 તાલુકા સામેલ કરવામાં આવ્યા છે.
દેવું માફ કરોના પ્લેકાર્ડ સાથે વિરોધ
અમરેલી જીલ્લાને આ પેકેજમાં રાહત ન આપતા ખેડુતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે અમરેલી કોંગ્રેસ ખેડૂતોની વ્હારે આવી છે. કોંગ્રેસના વિવિધ નેતા ખેડુતો સાથે રસ્તા પર ઉતરી ખેડૂતોના દેવા માફી કરવા સૂત્રોચાર, ધરણા, રોડબંધ કર્યા હતા. આ ઉપરાંત પીપાવાવ અંબાજી સ્ટેટ હાઇવે કર્યો ચક્કાજામ કર્યો છે.
આંદોલનની ચિમકી
સાવરકુંડલાના કોંગ્રેસ શહેર પ્રમુખ કનુભાઈ ડોડીયા જણાવ્યું કે, ભાજપની સરકારે અમરેલી સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે. આ જીલ્લાએ ભાજપને 5 ધારાસભ્યો અને એક સાંસદ નિષ્ફળ નિવડ્યા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. જો અમારા જીલ્લાનો સમાવેશ કરવામાં નહીં આવે તો અગામી સમયમાં મોટા પાયે આંદોલન કરવામાં આવશે.