– 5 વાગ્યે નરભક્ષી સિંહણને પકડવામાં વનવિભાગને મળી સફળતા
– નરભક્ષી સિંહણે 7 વર્ષીની બાળકીને સિંહણે ફાડી ખાધી
– ત્રણથી ચાર કલાકના સખત મહેનત લાગી
અમરેલીના જાફરાબાદમાં ખાલસા કંથારીયા ગામે નરભક્ષી સિંહણે 7 વર્ષીની બાળકીને સિંહણે ફાડી ખાધા બાદ વનવિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધરીયું હતું. આ સિંહણે વ્હેલી સવારે 5 વાગ્યે નરભક્ષી સિંહણને પકડવામાં વનવિભાગને સફળતા મળી હતી. અમરેલી વનવિભાગે થર્મોલ કેમેરા વડે ગીચ ખેતીપાક વચ્ચે સિંહણનું લોકેશન રાખી ટ્રાન્ગ્યુંલાઇજ કરી બેભાન કરી પાંજરે પૂરવામાં આવી હતી. આ સિંહણ પાંજરે પુરાતા ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ત્રણથી ચાર કલાકના સખત મહેનત લાગી
વનવિભાગના ડી.સી.એફ. જયંત પટેલે કહ્યું કે, અલગ અલગ ત્રણ રેન્જના સ્ટાફ સાથે મળીને રેસ્કયું કર્યું હતું. આ ઉપરાંત સાથે વેટેરનિંટી ડૉકટર સાથે રાખવામાં આવ્યા હતા. થર્મોલ ડ્રોન કેમેરા દ્રારા લોકેશન કેપ્સર કરવામાં આવ્યું ત્યારબાદ અંદાજીત ત્રણથી ચાર કલાકના સખત મહેનત બાદ સિંહનું રેસ્કયું થયું હતું.